GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ખાધોલના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ખાધોલના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું
**
કેંદ્રના આરોગ્ય સચિવશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો
**

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખાંધોલ ખાતે કેન્દ્રના આરોગ્ય સચિવ શ્રી અગ્રવાલ ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. ગ્રામજનોએ રથના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આરોગ્ય સચિવશ્રી આ પ્રસંગે આઈ.સી.ડી.એસ વિભાગ દ્રારા શ્રી અન્ન વાનગીઓ પ્રદર્શન નિહાળ્યું તેના પોષણ મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે હિંમતનગર પ્રાંત શ્રી જયંત કિશોર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો રાજ સુતરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરમાર,ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!