GUJARATJUNAGADHMANAVADAR

માણાવદરના સણોસરાનાં ગ્રામજનોએ  ફ્લેગશીપ યોજનાઓની મેળવી જાણકારી

માણાવદરના સણોસરાનાં ગ્રામજનોએ  ફ્લેગશીપ યોજનાઓની મેળવી જાણકારી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારશ્રીની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની જાણકારી લઈને જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામડાઓમાં પહોંચી રહી છે. આ તકે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શાળાના બાળકો પોતાના શૈક્ષણિક કૌશલ્યને આ તકે ગ્રામજનો સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માણાવદર તાલુકાના સણોસરા ગામમાં આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર આપ્યો હતો.
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ ગરેજાએ વિકસીત ભારત સંકલ્પ રથ યાત્રા સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે, તેવી ગ્રામજનોને સમજ આપી જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા પોષણ અભિયાન, આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ,  પીએમ કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, વ્હાલી દિકરી યોજના, આવાસ યોજના સહિતના અનેક લાભો લોકોને ઘરબેઠા મળી રહ્યા છે.
સણોસરા ગામે આયોજીત કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની’ હેઠળ સોલંકી કુરજી દુર્લભભાઇ અને વિરજી ભીમજીભાઇ રાઠોડે પોતાને મળેલ પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને અન્નયોજના, તથા કીંદરખેડીયા બંસીબેને કીશોરી આંગણવાડી યોજના, કીશન રોહીત વકાતરના માતુશ્રીએ તેમના બાળકને તુટેલ તાળવાની સારવાર માટે આયુષ્માન કાર્ડથી થયેલ સારવાર તથા પ્રાકૃતિક ખેતી સંદર્ભે બાથાણી નયન  ગોવીંદભાઇએ યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
શાળાના બાળકોએ ‘ધરતી કહે પુકાર કે’ થીમ ઉપર નાટક પ્રસ્તુત કરી ગ્રામજ્નોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો અને લોકોની ભૂતકાળની જીવનશૈલી અને મુશ્કેલીઓ અને બાદમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના ના લાભો થકી આવેલા પરિવર્તનો અંગે રસદાર નાટ્ય પ્રસ્તુતિ કરી હતી. સરકારશ્રીની યોજનાઓની અર્થસભર માહિતી નુક્કડનાટક દ્વારા દર્શાવી ગામ લોકોને યોજનાથી લાભ થવા પ્રેરિત કર્યા હતા.
સણોસરાનાં માજી સરપંચ રાઠોડ માવજીભાઈ ભીમજીભાઈએ જણાવ્યુ હતુ કે સરકારશ્રીએ જનજનના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી છે, ત્યારે એકબીજાના માર્ગદર્શન સહયોગ અને પરસ્પરના માનવી અભિગમથી છેવાડાના માનવીને પણ સરકારશ્રીની યોજનાઓથી વાકેફ કરી તેને લાભાન્વિત  કરીને પરિવારના જીવનમાં પરિવર્તન લાવી શકીએ તે દિશામાં સૌને કાર્ય કરવા આવવા કેન્દ્ર સરકાર પુરસ્કૃત કલ્યાણકારી યોજનાઓ વંચીતોનાં દ્વાર સુધી પહોંચતી કરવા આહવાન કર્યુ હતુ. કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામૂલ્ય સારવાર કેમ્પનો ગ્રામજનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો.
આ પ્રસંગે સણોસરા ગામના સહકારી મંડળીના પ્રમુખ મોહનભાઈ લાલજીભાઈ દેત્રોજા વહીવટદાર નેહલ કુમાર ભોજાભાઇ પરમાર વિસ્તરણ અધિકારી નરોત્તમ આહિરે ગામના ગ્રામ સેવક રૂડાભાઈ કોડીયાતર તલાટી મંત્રી ગુંજનભાઈ ભૂત, વાસ્મોના ઇલાબેન કૈલા ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે વિવિધ યોજનાનાં લાભાર્થીઓને લાભો વિતરીત કરાયા સાથે શ્રેષ્ઠ કાર્યપ્રદાન કરનાર કર્મયોગીઓ અને સેવાપ્રવૃતિ સાથે સંકળાયેલ વ્યક્તિવીશેષોનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!