DAHOD

દાહોદ ની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી

તા. ૧૩. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

દાહોદ : સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અને રેસ્ક્યુ અંગેની તાલીમ માટે નગર પાલિકા ફાયર સ્ટેશનના વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિઝિટ દરમ્યાન સ્ટેશન ફાયર ઓફિસર દિપેશ જૈન દ્વારા વિદ્યાર્થીઓને ફાયરના પ્રકાર, ફાયર વખતે ઉપયોગમાં લેવાતા અગ્નિશામક સાધનો અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવા સાથે પ્રેક્ટિકલ સાથે સમજાવવામાં આવ્યું હતું ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વખતે લેવામાં આવતી સાવચેતી અને અનુસરવાના પગલાં વિષે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિઝિટ દરમ્યાન વિદ્યાર્થીઓને ઇમરજન્સી રેસ્ક્યુ વાન વિષે ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!