GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને મારી માટી મારો દેશ ની થીમ અંતર્ગત મહારેલીનું આયોજન કરાયું.

તારીખ ૧૨/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

આજરોજ તારીખ ૧૨/૦૮/૨૦૨૩ ને શનિવારે કાલોલ તાલુકા પ્રાથમિક કુમાર શાળા અને કાલોલ નગરપાલિકા થકી મારી માટી મારો દેશ અંતર્ગત મહારેલીનું આયોજન કરાયું હતું જેમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં નગરપાલિકા વહીવટદાર સાથે મોટીસંખ્યામાં કાલોલ શહેર સહિત તાલુકાના રાજકીય અગ્રણી આગેવાનો,કાલોલ કુમાર શાળાના આચાર્ય,સ્ટાફ ગણ અને તમામ વિદ્યાર્થીઓ અને રોટરી વિદ્યાલય કાલોલ ના પણ તમામ વિદ્યાર્થી ઓ અને ગુરુજનો એ ભાગ લીધો હતો જેમાં નગરપાલિકા ખાતેથી રેલીનું પ્રસ્થાન કરીને સમગ્ર કાલોલ શહેરની પ્રદક્ષિણા કરી કાલોલ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી પાસેના તિરંગા સર્કલ પાસે આવી હર ઘર તિરંગા ની થીમ સાથે તમામે ભારતનો રાષ્ટ્રધ્વજ ની ગરિમા એને પ્રતિષ્ઠા ખાતર ન્યોછાવર થયેલ વીરોને યાદ કરીને નારા બોલાવ્યા હતા.અને સેલ્ફી પણ લીધી હતી અંતે બાળકોને બિસ્કીટ વિતરણ કરી કાલોલ તાલુકા પ્રાથમિક કુમાર શાળા ખાતે પરત આવી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!