NATIONAL

આઈપીસી, સીઆરપીસીમાં સુધારાઓ માટેનો ખરડો લોકસભામાં રજૂ કરાયો

નવી દિલ્હી: અંગ્રેજોના શાસન વખતના ફોજદારી ગુનાના કાયદાઓમાં પરિવર્તન લાવવાની નેમથી કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં આઈપીસી, સીઆરપીસી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને નવા કાયદાઓ ઘડવા ત્રણ ખરડા રજૂ કર્યા હતા. રાજદ્રોહ કાયદો ખતમ કરવામાં આવ્યો છે અને રાજદ્રોહના ગુનાના વિસ્તૃત પરિભાષા આવરી લેવાની જોગવાઈ કરી લેવામાં આવશે. પ્રથમ વાર ત્રાસવાદની વ્યાખ્યા આપવામાં આવી છે. મોબલિન્ચીંગ, બાળકો પર જાતીય હુમલો વગેરે માટે વધુમાં વધુ મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગેંગરેપ માટે વધુમાં વધુ ૨૦ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પીડિતોને ઝડપભેર ન્યાય અપાવવા ફેરફારો કરવામાં આવ્યા છે તેવું ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું.
અંગ્રેજોના જમાનાના કાયદાને હટાવવા માટે ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં ત્રણ ખરડા રજૂ કરીને અભૂતપૂર્વ પગલું ભર્યું હતું.
શાહે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ખરડો, ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ખરડો,
૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય (બીએસ) ખરડો, ૨૦૨૩ રજૂ કર્યા હતા. આ ત્રણ ખરડા એ અંગ્રેજોના જમાનાના ભારતીય દંડ સહિતા – ૧૮૬૦-(ઈન્ડિયન પીનલ કોડ), ફોજદારી પ્રક્રિયા કાયદો – ૧૮૯૮ ક્રિમિનલ પ્રોસિજર એક્ટ અને ભારતીય પુરાવા કાયદા – ૧૮૭૨ (ઈન્ડિયન ઈવીડન્સ એક્ટ)ને સ્થાને રજૂ કરવામાં આવશે. આ ફેરફાર ઝડપી ન્યાય અપાવવા માટે અને એવી ન્યાય પદ્ધતિ ઊભી કરવાની છે જે હાલની જરૂરિયાતોને સંતોષી શકે અને લોકોની આશા પૂરી કરી શકે.
આ નવા કાયદાને પગલે ગુનેગારી ન્યાય પ્રણાલીમાં સુધારો થશે અને બધાને વધારેમાં વધારે ત્રણ વર્ષમાં ન્યાય મળશે.
આ નવા કાયદામાં મહિલાઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. મોબ લિન્ચિંગ જેવા ગુના માટે પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે અને પહેલી જ વાર ત્રાસવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બીએનએસ ખરડામાં એવી જોગવાઈ કરવામાં આવી છે, મોબ લિન્ચિંગ અને નાબાલિગ પરના બળાત્કાર જેવા ગુનામાં વધારેમાં વધારે મૃત્યુદંડ ફટકારવામાં આવશે, એમ ગૃહ પ્રધાને જણાવ્યું હતું. આ ખરડામાં નાના અપરાધો માટે દંડ સ્વરૂપે પહેલીવાર સામુદાયિક સેવા પ્રદાન કરવાની પણ જોગવાઈ છે.
આ ખરડામાં નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અલગતાવાદ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓ, ભાગલાવાદી પ્રવૃત્તિઓ અથવા તો ભારતની એકતા, એકાત્મતા અને સાર્વભૌમત્વની સામે જોખમ ઊભું કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય લોકશાહીના સાત દાયકાના અનુભવને આધારે આપણા ફોજદારી કાયદામાં સર્વગ્રાહી નિરીક્ષણ કરવાની જરૂર છે, જેમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે હાલની જરૂરિયાત અને લોકોની અપેક્ષા મુજબ અમલમાં મુકાશે, એમ બીએનએસએસ અંગેના નિવેદનમાં જણાવાયું છે. (પીટીઆઈ)

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!