GUJARATJUNAGADHMENDARDA

મેંદરડાના નાની ખોડીયાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર

જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું કરાયું વિતરણ: ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લીધો લાભ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મેંદરડાના નાની ખોડીયાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી હતી.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના ૪ વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ગામની બે રમતવીર દીકરીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
ધરતી કહે પુકાર કે લઘુ નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નાની ખોડિયાર ગામને ODF પ્લસ ગામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ઉપરાંત ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગ્રામજનો સંકલ્પબધ્ધ થયા હતા. તેમજ નલ સે જલ યોજનાના સફળતાપૂર્વક અમલીકરણ માટે અભિનંદન પત્ર ગ્રામ પંચાયતને એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અગ્રણી જોલીતભાઈ બુસા, સરપંચ જગદીશભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એસ.ડી. ગજેરા સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!