Rajkot: ડિપ્લોમા એન્જિનિયરો એપ્રેન્ટિસશીપ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે

તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
એપ્રેન્ટિસની કોન્ટ્રાક્ટ ધોરણે પસંદગી કરાશે
Rajkot: કમિશનરશ્રી ટેક્નિકલ શિક્ષણની કચેરી હેઠળની સરકારી પોલિટેકનિક કોલેજોમાં વિવિધ કામગીરી માટે યોગ્ય ઉમેદવારની એપ્રેન્ટિસ અંગેની પસંદગી થનાર છે. જે અંતર્ગત એ.વી.પી.ટી.આઈ. રાજકોટ ખાતે વિવિધ ડિપ્લોમા ઈજનેરીના વિભાગોમાં ડિપ્લોમા તેમજ ડીગ્રી ઇજનેરી કરેલા એન્જિનયિર એપ્રેન્ટિસની કોન્ટ્રાક્ટ ધોરણે પસંદગી થનાર છે.
આ યોજનામાં પસંદગી પામેલા એપ્રેન્ટિસને સરકારશ્રીના નિયમ મુજબ સ્ટાઈપેન્ડ ચૂકવાશે. આ એપ્રેન્ટિસ પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં NATS Portal પર https://nats.education.gov.in/ ઓનલાઈન કરાવી શકાશે. જેમાં ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેરીની બે એપ્રેન્ટિસની જગ્યા, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ ઈજનેરીની બે જગ્યા, ડિપ્લોમા ઈલેક્ટ્રિકલ ઈજનેરીની બે જગ્યા, ડિપ્લોમા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઈજનેરીની બે જગ્યા, જનરલ સ્ટ્રીમના ગ્રેજ્યુએટની બે એપ્રેન્ટિસની જગ્યા માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.



