GUJARATJUNAGADHKESHOD

ખેડૂતોના હૈયા પર શું વિતતી હશે! કેશોદમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદથી ખેતીના પાકને મોટું નુકશાન થવાનો અંદાજ

અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં અંદાજે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હોય હાલ તુવેર ના પાકમાં ફુલ બેસેલ હોય અને ફાલ બંધાવાના સમયે કમોસમી વરસાદ થી તુવેર ઘાણા,ચણા, એરંડા અને જીરુના પાક ને માઠી અસર થવા પામી છે ચોમાસું સારૂ હોય પરંતુ પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતો એ મહામહેનતે શિયાળુ પાકનું વાવેતર કરેલ હોય પરંતુ વાતાવરણમાં ચેન્જને કારણે વાતાવરણમાં પલટા થી જે ખેતીના પાકને નુકશાન થવા પામ્યું છે આમ જોઈએ તો આની અસર ઉત્પાદન પર પડતી હોય છે જે ઘટી ને પચ્ચાસ ટકાએ પહોચતા ખેડુતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો મોંધા ખાતર, બિયારણ અને મજુરી ખર્ચ માથે પડે તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી છે ખેડુતો મા ચિંતા ની લાગણી જોવા મલી રહી છે તો તાત્કાલિક સરકાર શ્રી આમનો સર્વ કરાવી ને નુકસાની નું યોગ્ય વળતર આપે તોજ ખેતી અને ખેડૂત બચી શકે તેમ છે

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!