વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાકૃતિક જિલ્લા ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ દરમ્યાન પણ ન.કૃ.યુ.ના માનનીય કુલપતિશ્રી, ડૉ. ઝેડ. પી. પટેલના અધ્યક્ષ સ્થાને ૨૪મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
કુલપતિશ્રીએ કે.વિ.કે.ને ટેકનોલોજી ટ્રાન્સફરનું અગત્યનંઈ માધ્યમ ગણાવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીની દરેક ટેકનોલોજી કે.વી.કે. વઘઇ મારફત ડાંગના છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવાનું આહવાન કર્યું હતું. આ બેઠકમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એચ. આર. શર્મા તથા ડૉ. સી. જે. ઇટવાલા, સહપ્રાધ્યાપક, એ.સી.એચ.એફ. કોલેજ, ન.કૃ.યુ., નવસારી તેમજ કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., વઘઈના આચાર્યશ્રી, ડૉ. એ. પી. પટેલ, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈના સહ સંશોધન વૈજ્ઞાનિક, ડૉ. જી. ડી. વડોદરિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વધઈના વડા ડો. એલ. વી. ઘેટીયા તથા લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ, અન્ય સંસ્થાના અધિકારીશ્રીઓ તેમજ ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો રૂબરૂ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. એલ. વી. ઘેટીયા દ્વારા કાર્યક્રમની સમજ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ગત વર્ષ ર૦ર૪નો વાર્ષિક પ્રગ્રતિ અહેવાલ તથા વર્ષ ર૦ર૫ દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવનાર કામગીરી અંગેનો એન્યુઅલ એક્શન પ્લાન રજુ કરવામાં આવ્યો હતો.
ન.કૃ.યુ.ના માનનીય કુલપતિશ્રી, ડૉ. ઝેડ. પી. પટેલ સાહેબ દ્વારા જમીનની કાયમી તંદુરતી જાળવવા માટે બાયોચાર એક ઉત્તમ ટેકનૉલોજિ હોવાથી ખેડૂતોએ તે અપનાવવા માટે ખાસ ભાર મુકેલ, વિશેષમાં નવરારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રોબોટિક ગ્રાફ્ટ મશીનથી ત્યાર કરવામાં આવનાર ઉચ્ચ ગુણવતાસભર રીંગણનું ધરું ખેડૂતો અપનાવે તેવું સૂચન કરેલ. તેમજ વન વિલેજ વન ટેકનૉલોજિ અને વન વિલેજ વન વેરાયટીના સિધ્ધાંત ઉપર ભાર મૂકીને કૃષિ તાંત્રિકતાનો વ્યાપ વધારવા હાકલ કરવામાં આવી. સખી મંડળના બહેનોને યોગ્ય પેકેજિંગ અને લેબલિંગ દ્વારા માર્કેટિંગ કરવા માટે સૂચન કર્યું. આવનારા દિવસમાં ડાંગ જીલ્લામાં રબરની ખેતીની વિશાળ તકો રહેલ છે તે બાબતે મિટિંગમાં ઉપસ્થિત સૌને અવગત કરાવ્યા.
આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીની ટેકનોલોજી ડાંગના ખેડૂત અપનાવે અને સામાજિક વિકાસ થાય એ માટે લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ તથા ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો તરફથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની કામગીરી અંગેના અભિપ્રાયો મેળવી તેના ઉપર યુનિવર્સિટી સત્તાધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણાં કરી તે મુજબની કામગીરી કરવા અંગે કે.વિ.કે., વઘઇ (ડાંગ)ની વૈજ્ઞાનિક ટીમ કટીબધ્ધ થઇ હતી. આ બેઠક ને સફળ બનાવવા ડૉ. એલ. વી. ઘેટીયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, અને કે. વી.કે. વધઈની સમગ્ર ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી.