MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા બ્રહ્મ સમાજ ના યુવા આગેવાન એવા પ્રતીક આચાર્ય ની ટંકારા તાલુકા ભાજપ ના યુવા મંત્રી તરીકે નિમણૂક”

“ટંકારા બ્રહ્મ સમાજ ના યુવા આગેવાન એવા પ્રતીક આચાર્ય ની ટંકારા તાલુકા ભાજપ ના યુવા મંત્રી તરીકે નિમણૂક”

ટંકારાના યુવા ચહેરાઓ માં જાણીતા તેમજ દરેક સમાજ માં હૈયે હૈયું દળાવતા અને વિવિધ પ્રકારની સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી પ્રતિકભાઈ આચાર્ય (લાલાભાઈ ) ને ટંકારા તાલુકા યુવા ભાજપ ના મંત્રી તરીકે નિમણુક કરવામાં આવતા હર્ષ ની લાગણી અનુભવતા ગ્રામ જનો.તેમજ મોરબી જિલ્લા સંગઠન ના પ્રભારી શ્રી ડૉ. હિતેશભાઈ ચૌધરી, સાંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડારિયા, ટંકારા-પડધરી ના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી, ઝોન મહા મંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, તેમજ મંડળ પ્રભારી શ્રી રવિભાઈ રબારી તેમજ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ અંદરપા, મહા મંત્રી શ્રી રૂપસિંહ ઝાલા તથા શ્રી ગણેશભાઈ નમેરા. એ પરામર્સ કરી અને પ્રતીક આચાર્ય ઉપર વિશ્વાસ મૂકીને ટંકારા તાલુકા યુવા મોરચા ના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છેઆ સાથે ટંકારા તાલુકા ના નવયુક્ત ભાજપ યુવા મંત્રી નામી સંસ્થાઓ સાથે પણ વિવિધ સેવાકીય પ્રવુતિ માં જોડાયેલા છે જેવી કે શ્રી અંધ અપંગ ગૌ-શાળા વાંકાનેર
શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખ ની હોસ્પિટલ રાજકોટ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ ઉત્સવ મોરબી
શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ ટંકારા જેવી સંસ્થામાં પોતાની સેવા આપે છે. તેમજ 108 જેવી છાપ ધરાવતા અને સેવાકીય પ્રવુતિ માં આગળ આવી પોતાની સેવા આપે છે તેમજ બધા સમાજ સાથે જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આ તકે ટંકારા તાલુકા ગ્રામ જનો તરફ થી પ્રતીક આચાર્ય ને ટંકારા યુવા ભાજપ ના મંત્રી બનતા લાખ લાખ અભિનંદન આપે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!