Navsari: જલાલપોર તાલુકાના વેસ્મા અને કુચેદ ખાતે બાળકોને કામના સ્થળે જ મળી રહ્યું છે શિક્ષણ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ ની જોગવાઈ અનુસાર અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજેરોટી માટે સ્થળાંતર કરીને આવતા વાલીઓના બાળકોને કામના સ્થળે શિક્ષણ મળી રહે તે હેતુથી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા મુકામે ૧૮ વિદ્યાર્થીઓ માટે તેમજ કુચેદ મુકામે ૨૮ વિદ્યાર્થીઓ માટે ટેન્ટ વર્ગો શરૂ કરવામાં આવેલ છે. જેમાં બાલ મિત્ર શિક્ષક દ્વારા બાળકોને એમના રહેઠાણના સ્થળો પાસે જ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જિલ્લા દ્વારા ગ્રાન્ટ પૂરી પાડી બેઠક માટેની વ્યવસ્થા સ્ટેશનરી તેમજ અન્ય સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. શાળાના અન્ય બાળકો સમાન બાળકો માટે નાયક ફાઉન્ડેશનના નાસ્તા અને મધ્યાહન ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ગ્રામજનોના સહકારથી નવા વિદ્યાર્થીઓને નાસ્તો, ભોજન, જરૂરિયાતની વસ્તુઓ જેવા કે સ્વેટર, ધાબળા, ભણવા માટેની સ્ટેશનરી તેમજ અન્ય સાહિત્ય પણ પૂરું પાડવામાં આવે છે. જેથી આ ટેન્ટ શાળાનો લાભ મળતા બાળકોનું શિક્ષણ બગડતું અટકશે અને આ બાળકો અન્ય જગ્યાએ રહીને પણ શિક્ષણકાર્ય કરી શકશે.