ARAVALLIGUJARATMODASA

મોડાસા APMC માં ભ્રષ્ટાચારના આક્ષેપો :શૌચાલય તોડી દુકાન બનાવી વેચી દેવાઈ, રસ્તાથી લઇ વિવિધ સગવડોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો 


અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા APMC માં ભ્રષ્ટાચારના આક્ષેપો :શૌચાલય તોડી દુકાન બનાવી વેચી દેવાઈ, રસ્તાથી લઇ વિવિધ સગવડોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

 

મોડાસા APMCમાં ભ્રષ્ટાચાર, શૌચાલયો તોડી દુકાનો બનાવી દીધી અને વેચાણ પણ થઈ ગઈ! ભ્રષ્ટાચાર ઘણાં સમયથી ચાલતો હોવાના આક્ષેપો સાથે કિસાન સભાના નેતા ડી.આર.જાદવે કરી મોરચો માંડતા રાજકીય ગરમાવો આવી ગયો

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને તેના વહીવટદારો સામે ભ્રષ્ટાચારની બૂમ ઊઠી છે માર્કેટ યાર્ડના વેપારીઓમાં ડરનો માહોલ છે કોઈ વેપારી ફરિયાદ કરવા તૈયાર નથી પરંતુ એક જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે બીડુ ઝડપ્યું છે અને એના અનુસંધાને અલગ અલગ વિડીયો બનાવી માર્કેટ યાર્ડના સત્તાધીશોએ તેમની સત્તા દરમિયાન જે કારનામાં કર્યા છે તેનો પરદા ફાસ કર્યો છે જાણવા મળ્યા મુજબ માર્કેટ યાર્ડમાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા નથી ખેડૂતો માટે કોઈ કેન્ટીન નથી ચા નાસ્તો કે જમવા માટે વ્યાજબી ભાવે મળે તેવી કોઈ માર્કેટ યાર્ડ વ્યવસ્થા કરી નથી એસીમાં બેસીને સત્તાનો સ્વાદ ચાખતા આ જનસેવકોને ખેડૂતો જે બળબળતા બપોરે માર્કેટ યાર્ડમાં હોય છે તેમની કંઈ પડી નથી માર્કેટ યાર્ડમાં લાખોના ખર્ચે જે ડામર રોડ બનાવ્યો હતો તે ટૂંક સમયમાં જ તૂટી ગયો છે કપચી અને તેનું મટીરીયલ્સ બહાર આવી ગયું છે અને ખાડા પડી ગયા છે માર્કેટયાર્ડ ખેડૂતોના પ્રશ્નો માટે ધ્યાન રાખતું નથી પણ ખાલી જગ્યા ક્યાં પડી છે કેવી રીતે દુકાન બની શકે તેમ છે અને કેટલા રૂપિયામાં વેચાય તેમ છે તેની જબરજસ્ત ખબર રાખે છે અને એ રીતે હાલમાં અને ભૂતકાળમાં પણ દુકાનો બનાવીને વગર હરાજીએ વેચી મારી છે માર્કેટ યાર્ડમાં એક મોટી મુતરડી હતી તેને તોડીને ત્યાં પણ દુકાનો બનાવીને વેચી છે પેશાબ કરવા માટે મહિલા માટે કોઈ સગવડ નથી બાથરૂમની વ્યવસ્થા નથી સેકડો ગ્રાહક અને ખેડૂતો અહીં આવે છે તેમ છતાં બારણા વગરની એક નાનકડી મુતરડી બનાવી છે ના ગટર બનાવી છે ના બારણા છે અને પેશાબનું પાણી રોડ ઉપર આવે છે અને આ સત્તાધીશો મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડી રહ્યા છે ત્યારે તેની સામે રજીસ્ટર નગરપાલિકા કે સરકાર ઊંડી તપાસ યોજી તપાસ પંચ નિમિ અને cid ક્રાઈમ ની તપાસ થાય તેવી માંગ ઉઠી છે જો સરકાર રસ લઈ આની ઊંડી તપાસ કરે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે અને એક જાણવા મળે મુજબ આની અગાઉની સમિતિ એ જે ભરતી કૌભાંડ કર્યું હતું અને રૂપિયા લઈને ભરતી કરી હતી તેમજ સગા વાદ થી મામા માસી મામકાઓની ભરતી કરી હતી તે પણ બહાર આવે તેમ છે પણ પ્રમાણિકતાથી તપાસ થાય તો આ બધું બહાર આવી તેમ છે અગાઉ વેપારીઓના દબાણ તોડવાના નામે વેપારીઓના છજા તોડ્યા હતા દબાણ કાઢ્યું હતું અને ફરીથી રેગ્યુલાઇઝ કરવાના નામે મોટી લેતી દેતી કરી છે તેવી પણ વાત જાણવા મળી છે શું આની તપાસ થશે ખરી

Back to top button
error: Content is protected !!