NATIONAL

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ, 5 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ ગઈ છે. અથડામણ દરમિયાન સેનાના 2 જવાનો શહીદ થયા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 જવાનો શહિદ થયા છે. મળતા અહેવાલો મુજબ હજુ પણ સામ-સામે ફાયરિંગ ચાલી રહ્યું છે. રાજૌરી જિલ્લાના બનયારી હિલ પ્રદેશના ડોકમાં ફાયરિંગ ચાલી રહ્યું છે. જમ્મુ ઝોનના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે પુષ્ટિ કરી છે કે, કાંડી વન વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. રાજૌરી જિલ્લાના કંડી ટોલેના કેસરી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડાણ ચાલી રહી છે. દરમિયાન મળતા અહેવાલો મુજબ સુરક્ષા દળો અને આતંકવાદીઓ ચાલી રહેલી અથડામણ વચ્ચે રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!