KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલીકાના સફાઈ કામદારોને લઘુતમ વેતન ન ચૂકવતા મામલતદાર અને ચીફ ઓફિસર ને આવેદનપત્ર.

તારીખ ૨૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોને સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ લઘુતમ વેતન પ્રમાણે ચુકવણું ન કરાતું હોવાથી અસહ્ય મોંઘવારી ના માર સામે ઝઝૂમતા સફાઈ કામદારોને જીવનનિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ બનેલ છે.સરકારશ્રી દ્વારા ૪/૩/૨૦૨૩ ના કરાયેલા પરિપત્ર મુજબ લઘુતમ વેતનનું ચુકવણું કરી સફાઈ કામદારો ને વેતન આપવામાં આવતું ન હોવાથી સફાઈ કામદારોના સંગઠન પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ સંગઠન દ્વારા કાલોલ મામલતદાર એમ.એમ.દીવાન તેમજ કાલોલ નગરપાલિકાના નવનિયુકત ચીફઓફિસર ડી.સી.ડામોર ને યોગ્ય ન્યાયની અપેક્ષા અને સરકાર સુધી તેમની વાત પહોંચાડવા અલ્પેશભાઈ ચૌહાણ,અમિતભાઇ સોલંકી, મુકેશભાઈ જાડેજા,ભવાનભાઈ સોલંકી દ્વારા આવેદનપત્ર આપી ધારદાર રજુઆત કરી હતી.અને સફાઈ કામદારોના હીત માં સત્વરે યોગ્ય નિર્ણય લેવાઈ તેવી લાગણી અને માગણી મૂકી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!