INTERNATIONAL

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા : અમેરિકાએ સીરિયા અને ઇરાકમાં 85 લક્ષ્યો પર બોમ્બમારો કર્યો, 18 લોકોના મોત

જોર્ડન હુમલાના જવાબમાં, અમેરિકાએ સીરિયા અને ઇરાકમાં 85 લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના 85 થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે.

જોર્ડનમાં થયેલા ઘાતક હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા અને 40થી વધુ લોકો ઘાયલ થયા. આ પછી, અમેરિકી સેનાએ માહિતી આપતાં કહ્યું કે, શુક્રવારે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના 85 થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા છે. જો કે, યુએસ સ્ટ્રાઈકમાં ઈરાનની અંદર કોઈ સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું ન હતું.

યુએસ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ 85 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અમેરિકાએ IRGCની વિદેશી જાસૂસી અને અર્ધલશ્કરી દળો, કુડ્સ ફોર્સને નિશાન બનાવ્યું, જે મધ્ય પૂર્વમાં, લેબનોનથી ઇરાક અને યમનથી સીરિયા સુધીના અમારા સહયોગી દળોને નોંધપાત્ર રીતે અસર કરે છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, હુમલામાં બી-1 લાંબા અંતરના બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે સીરિયામાં ઈરાન સમર્થિત 18 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્યના હવાઈ હુમલાનું વર્ણન કરતા રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, ગયા રવિવારે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સમર્થિત આતંકવાદી જૂથ દ્વારા જોર્ડનમાં ડ્રોન દ્વારા ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. શરૂઆતમાં ડોવર એરફોર્સ બેઝ પર આ બહાદુર અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના દરેક પરિવાર સાથે વાત કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે આજે બપોરે મારા નિર્દેશ પર અમેરિકન સૈન્ય દળોએ ઈરાક અને સીરિયામાં તે સ્થળોને નિશાન બનાવ્યા હતા. જેનો ઉપયોગ IRGC અને સહયોગી મિલિશિયા દ્વારા અમેરિકન દળો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. અમેરિકા મિડલ ઇસ્ટ કે દુનિયામાં ક્યાંય પણ સંઘર્ષ ઇચ્છતું નથી, પરંતુ આ યાદ રાખો, જો તમે કોઇ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે જવાબ આપીશું.

યુએસ જોઈન્ટ સ્ટાફના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ ડગ્લાસ સિમ્સે જણાવ્યું હતું કે તમામ હુમલા સફળ જણાયા હતા, કારણ કે વિસ્ફોટોની અસર આતંકવાદીઓના હથિયારોને પણ થઈ હતી. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે કોઈ આતંકવાદી માર્યા ગયા કે નહીં. સિમ્સે વધુમાં જણાવ્યું હતું કે હુમલાઓ એ જાણ સાથે કરવામાં આવ્યા હતા કે આ સુવિધાઓમાં રહેલા લોકોને અસર થવાની સંભાવના છે. સીરિયન રાજ્ય મીડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેના રણ વિસ્તારોમાં અને સીરિયન-ઇરાકી સરહદ પર યુએસ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

જો કે, અમેરિકી સેનાએ ઈરાનની સરહદની અંદર કોઈ ટાર્ગેટને નિશાન બનાવ્યું નથી. પરંતુ અમેરિકાના જવાબી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. ગાઝામાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે આ વિસ્તારમાં પહેલેથી જ તણાવની સ્થિતિ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!