MULISURENDRANAGAR

મુળીના ખાટડી ગામે ભુગર્ભ ગટર યોજના હેઠળ ભરપૂર માત્રામાં ભ્રષ્ટાચાર આવ્યો સામે

તા.23/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં ખાટડી ગામે ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કામ હાલ ચાલુ હોય જેમાં મોટી માત્રામાં ભ્રષ્ટાચાર ની બદબુ આવી રહી છે અને એકદમ નબળું કામ ચાલુ છે ત્યારે ગામજનોએ આક્ષેપ કર્યો હતો કે આ ભુગર્ભ ગટરનાં પાઈપ આશરે એક મીટર જમીન અંદર નાખવાના હોય છે ત્યારે ફક્ત દોઢ ફુટ નીચે જ પાઈપ લાઈન નાંખવાની કામગીરી શરૂ છે અને આ કામમાં ગેરરીતિઓમાં ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી ચાલુ છે આ કામગીરી ઉચ્ચ અધિકારીઓ જીલ્લામાંથી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે એકદમ નિયમ વિરુદ્ધ કામ ધમધોકાર ચાલે છે જ્યારે વાહનોની અવરજવરનાં કારણે આ તમામ પાઈપને ઓછી ઉંડાઈનાં કારણે નુકસાન થશે અને સરકારી નાણાંનો વ્યવ થશે એક બાજુ સિમેન્ટ પાઈપ પણ હલકી ગુણવત્તાના જોવા મળે છે તેમ ગામજનોએ આક્ષેપ કર્યો હતો અને તાત્કાલિક અસરથી આ કામ બંધ કરાવવું જોઈએ અને નિયમો અનુસાર કામ થવું જોઈએ તેમ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં આ રીતે અનેક ભ્રષ્ટાચાર બહાર આવે છે ત્યારે અધિકારીઓની મિલીભગત બહાર આવી છે તેવાં આક્ષેપ ખાટડી ગામજનો એ કરેલ હતાં.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!