GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ગારીયા ગામે મૈત્રી કરારનો ખાર રાખી યુવક ઉપર છરી વડે હુમલો

વાંકાનેરના ગારીયા ગામે મૈત્રી કરારનો ખાર રાખી યુવક ઉપર છરી વડે હુમલો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા યુવકે આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને છરી વડે ઇજા કરી તેમજ લાકડાના ધોકા વડે મારમાર્યો હતો.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ વાકાનેર તાલુકાના જુના ગારીયા ગામે રહેતા દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઈ વાલાણી (ઉ.વ.૪૫) એ આરોપી ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયા રહે. ગારીયા તા. વાંકાનેર તથા એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૧-૨૦૨૩ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા ભરતે આરોપી ચંદુભાઈની પત્ની કાજલ સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આ કામના આરોપી ચંદુભાઈએ ફરીયાદીના બંન્ને પગમા છરીના ઘા મારી તથા આરોપી અજાણ્યા ઈસમે લાકડાના ધોકા વતી ફરીયાદીને માર મારી શરીરે મુઢ ઇજા પહોચાળી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩, ૩૨૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!