BHARUCHGUJARAT

જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી.ઈ.ઓ. સ્વાતીબા રાઓલે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.

જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી.ઈ.ઓ. સ્વાતીબા રાઓલે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૫/૦૪/૨૦૨૪

 

આગામી લોકસભા ચૂંટણી – 2024 માટે સમગ્ર ભરૂચ જિલ્લામાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લાનાં અને તાલુકાનાં ગામડાઓમાંથી દરેક યુવા, મહિલા તેમજ દિવ્યાંગ નાગરિકો પોતાનો કિંમતી મત અચૂકપણે આપે તેવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા કોઈ મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તે માટે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિને લગતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

 

જે અંતર્ગત આજરોજ જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી.ઈ.ઓ. સ્વાતીબા રાઓલે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

 

આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ.એન.બી.પટેલ, નાયબ મામલતદાર કચેરી જીગ્નેશભાઈ જે. પટેલ, નાયબ મામલતદાર રાકેશભાઈ ઠાકોર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં

હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!