INTERNATIONAL

ઈલોન મસ્ક ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, અબજોપતિઓની યાદીમાં અદાણી-અંબાણી ટોપ-20માં સામેલ

વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ઇલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સંપત્તિની રેસમાં તેણે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ઇલોન મસ્કની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં 1.98 અબજ ડોલરનો વધારો થયો છે

ઇલોન મસ્કે બર્નાર્ડ આર્નોલ્ટ પાસેથી અબજોપતિ નંબર વનનો તાજ છીનવી લીધો છે જે અત્યાર સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. હવે એલોન મસ્ક 192 અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર વન પર છે અને બર્નાર્ડ આર્નોલ્ટ 187 અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર બે પર છે. ગયા વર્ષે ઇલોન મસ્ક પાસેથી વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો તાજ છીનવી લીધા બાદ બુધવાર સવાર સુધીમાં બર્નાર્ડ આર્નોલ્ટ અને ઇલોન મસ્ક વચ્ચે માત્ર 2 અબજ ડોલરનું અંતર હતું. ગઈકાલ સાંજ સુધીમાં બર્નાર્ડની સંપત્તિમાં 5.25 અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને બીજી તરફ ઈલોન મસ્કની સંપત્તિમાં 1.28 અબજ ડોલરનો વધારો થયો છે. આ કારણે મસ્ક આગળ નીકળી ગયા અને ફરીથી તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીવ્ર ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના 24 મે 2023ના ડેટા અનુસાર આર્નોલ્ટે 24 કલાકની અંદર 11.2  અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ કારણે તેમની નેટવર્થ 200 અબજ ડોલરની નીચે પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર તેમની એક દિવસમાં 5.25 અબજ ડોલરની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે અને તેના કારણે તેમની પાસેથી નંબર-1નો તાજ પણ છીનવાઈ ગયો છે.

અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ટોપ-20માં સામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 84.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 61.3 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે 19મા ક્રમે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!