MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

TANKARA:મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200મી જન્મ જયંતિ નિમિત્તે – જ્ઞાન જ્યોતિ પર્વ – આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ટંકારા પહોંચી

TANKARA:મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200મી જન્મ જયંતિ નિમિત્તે – જ્ઞાન જ્યોતિ પર્વ – આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ટંકારા પહોંચી

ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ અને આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી વિનય આર્યએ તેમનું સ્વાગત કર્યું

આર્ય વીર દળ દિલ્હી પ્રદેશ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200મી જન્મ જયંતિ – જ્ઞાન જ્યોતિ પર્વ નિમિત્તે એક વિશાળ જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા 6 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી નીકળીને આજે બપોરે 3 વાગ્યે ટંકારા પહોંચી હતી. ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ અને આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી વિનય આર્ય દ્વારા ઉત્સાહી બાઇકર્સ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યાત્રાની મશાલ એ જ છે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રગટાવી હતી.

આ ભવ્ય યાત્રા કાર્યક્રમમાં આર્ય સમાજની યુવા વિંગ આર્ય વીર દળ, યુનિવર્સલ આર્ય વીર દળ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના પ્રાંતીય એકમના સહયોગથી 200થી વધુ આર્ય વીર મોટરસાઈકલ, કાર, પ્રચાર વાહનો, ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા “જ્ઞાન જ્યોતિ મશાલ યાત્રા” ના સ્વરૂપમાં દિલ્હી થી ટંકારા, ગુજરાત પહોંચી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી જી જન્મભૂમિ એ  પહોંચવા માટે  6 ફેબ્રુઆરી ના રોજ સવારે 7 વાગ્યે, આર્ય સમાજ બૃહદ કૈલાસ ભાગ તે -1 થી આ યાત્રા નીકળી હતી.

આ સમગ્ર યાત્રા માં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતની આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય વીર દળે પૂરેપૂરો ઉત્સાહ અને સહયોગ આપ્યો હતો.

પૂર્ણયાત્રા આર્ય વીર દળના દિલ્હી રાજ્ય નિયામક શ્રી જગવીર આર્યની અધ્યક્ષતામાં, મહામંત્રી શ્રી બૃહસ્પતિ આર્યના કાર્યક્ષમ નેતૃત્વ અને શ્રી વિવેક આર્ય (આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટ)ના વિશેષ સહયોગ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ શ્રી ધરમપાલ આર્ય અને મહામંત્રી શ્રી વિનય આર્ય.ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!