DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા લોકમેળામાં અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવીને રમકડાના સ્ટોલવાળા પાસે પૈસાની ઉઘરાણી કરતા પોલીસે દબોચી લીધો.

તા.10/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ફલકુ નદીના પટમા ભવ્ય લોકમેળો નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે ત્યારે આજે ફલકુ નદીના પુલ ઉપર રમકડાના સ્ટોલવાળા વેપારીઓ પાસે જઈને કિશન ભરવાડ નામના વ્યક્તિએ રમકડા વાળા સ્ટોલ વેપારી પાસે જઈને રોફ જમાવીને પૈસાની ઉઘરાણી કરતા વેપારીઓ દ્વારા પૈસા દેવાની ના પાડતા ઢીકા પાટુનો માર માર્યો હતો અને ભૂંડા બોલીને કહેલુ કે, પૈસા નહિ આપો તો જાનથી મારી નાખીશ અને બીજા માણસોને બોલાવીશ ત્યારે વેપારીઓ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી તાત્કાલિક આરોપી કિશન ભરવાડ નામના વ્યક્તિની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ અને સીટી પોલીસ સ્ટેશન લાવીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!