DANGGUJARAT

રિદ્ધિ સિદ્ધિ માધ્યમિક કન્યા છાત્રાલય-આંબાબારી ખાતે શ્રી રામ અને માતા સીતાજીની મુર્તીનું સ્થાપન કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે, તે જ દિવસે અને એ જ મુહૂર્તમાં, વનવાસી વિકાસ મંડળ-વઘઇ સંચાલિત રિદ્ધિ સિદ્ધિ માધ્યમિક કન્યા છાત્રાલય-આંબાબારી ખાતે, સુરત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી દિપકભાઇ મહેતા દ્વારા ભગવાન શ્રી રામ અને માતા સિતાજીની મુર્તીની શાસ્ત્રોક્ત પૂજાવિધી સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હોસ્ટેલ કેમ્પસ રામમય બની ગયું હતું. ભગવાન શ્રી રામ અને માતા સિતાજીની મુર્તીના પ્રાણ પ્રતિષ્ઠા  કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી મહેરનોશ મિરઝા, મંત્રી શ્રી કલ્પેશભાઈ પટેલ, આશ્રમશાળા-સિતાપુરના આચાર્ય શ્રી રિતેશ પટેલ, નવચેતન હાઈસ્કુલ-ઝાવડાના શ્રી અશોકભાઈ, આંબાબારી કુમાર છાત્રાલયના ગૃહપતિ શ્રી શાંતિલાલભાઈ સહિત છાત્રાલયની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કન્યા છાત્રાલયના ગૃહમાતા કુસુમબેન પટેલ સાથે હોસ્ટેલની બાળાઓ, અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!