પ્રાકૃતિક કૃષિ મોડલફાર્મ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિઝીટ કરવામાં આવી.
મોડેલ ફાર્મમાં જીવામૃત-ઘન જીવામૃત યુનિટની મુલાકાત કરેલ હતી.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વેગ ઉત્તરોત્તર વધી રહ્યો છે જેમાં આત્મા, કૃષિ બાગાયત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ ગાંધીનગર ખાતેથી નિયામકશ્રી આત્મા-વ- સ્ટેટ નોડેલ ઓફિસરશ્રી એસ. કે.જોશી અને નાયબ ખેતી નિયામકશ્રી ગાંધીનગર, શ્રી પી. બી. ખીસ્તરીયા દ્વારા પ્રાકૃતિક કૃષિ કામગીરી સંદર્ભે મહેસાણા જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. પ્રથમ આત્મા કચેરી ખાતે મુલાકાત લેવામાં આવી હતી અને જિલ્લામા ચાલતી વિવિધ પ્રાકૃતિક કૃષિની યોજનાકીય કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવેલ હતી. ત્યારબાદ તેઓ દ્વારા મહેસાણા તાલુકાના તળેટી ગામે પ્રાકૃતિક કૃષિ માટે ખેડુત હરેશભાઈ પટેલ ના પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની વિઝીટ કરવામાં આવી હતી. તેમની સાથે આત્મા પ્રોજેકટ ડાયરેકટર શ્રી તેજલબેન શેઠ, મદદનીશ ખેતી નિયામકશ્રી એલ.કે. પટેલ, મહેસાણા તાલુકાના બી.ટી.એમ, શ્રી તપન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ મોડેલ ફાર્મમાં જીવામૃત-ઘન જીવામૃત યુનિટની મુલાકાત કરેલ હતી. નિમાસ્ત્ર અને દશ પર્ણીઅર્ક ખેતી પાકો પર ખૂબ અસરકારક છે તે જાણ્યું હતું. ખેડૂત દ્વારા મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં આવેલ હતી.
જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ આવા મોડલ ફોર્મની મુલાકાત લે અને પ્રાકૃતિક ખેતી અપનાવે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે ખાસ જરૂરી સુચન કરવામાં આવ્યું હતુ. અધિકારીશ્રીઓએ મહેસાણા જિલ્લામા ચાલતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.