BANASKANTHAPALANPUR

હિંદવાણી કાંકરેજી ડીસા પરગણાની પગપાળા યાત્રા અર્બુદાઘામ‌ પાલનપુર ખાતે પહોંચી

21 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

મા અર્બુદા 108 કુંડી સહસ્ત્ર ચંડીમહાયજ્ઞનુંભવ્યાતિભવ્ય ઐતિહાસિક આયોજન 2 થી 5 ફેબ્રુઆરી 2023 દરમિયાન થઈ રહ્યું છે,ત્યારે સમગ્ર આંજણા સમાજનુ આ ધાર્મિક નજરાણું કંડારાઈ રહ્યું છે.જે આપણા સમાજ માટે ગૌરવ અને હરખની હેલી સમાન છે.મિત્રો! જીવનમાં પ્રસંગો તો વારંવાર આવતા-જતા હોય છે, પણ આપની કુળદેવીનો આવો અવસર તો દાયકાઓમાં દુલૅભ હોય છે.આંજણા સમાજ માટે અને મા પ્રત્યેનું રૂણ અદા કરવાનો આ અદભુત અને અલભ્ય અવસર આવ્યો છે.આ અવસર છે આરાધનાનો… આપણી શ્રદ્ધાનો..મા ને મળવાનો…આ અવસરને દીપાવવા..હિંદવાણી કાંકરેજી ડીસાવળ પરગણાની પગપાળા યાત્રા તારીખ 21/1/2023 શનિવાર,સવારે 9:00 કલાકે ..ચડોતરથી મા અર્બુદા ધામ પાલનપુર સુધી રાખવામાં આવેલ હતી આંજણા (ચૌધરી) સમાજના સૌ ભાઈ બહેનો સામાજિક પહેરવેશમાં પગપાળા ચાલીને મા અર્બુદાના ગગનભેદી જયધોષ અને ગરબા રમતા અર્બુદા ધામ ખાતે પહોંચી ને પદયાત્રાને યાદગાર અને સફળ બનાવી હતી જેની સુવાસ ચોમેર પ્રસરી રહી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!