JASDALRAJKOT CITY / TALUKO

Rajkot: વહીવટી તંત્ર દ્વારા જસદણના તમામ પૂર આશ્રિતોને એક જ દિવસમાં કેશ ડોલ્સની ચુકવણી કરાઈ

તા.૨/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દિવસો દરમિયાન ખાસ નિચાણવાળા વિસ્તારના લોકોને તેમજ અન્ય પુરઅસરગ્રસ્તોને આશ્રય સ્થાનોમાં સુવિધા આપવામાં આવી હતી.

ભારે વરસાદના કારણે જસદણ નગરપાલિકા વિસ્તારમાં ૭ આશ્રય સ્થાનો ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાં ૨ દિવસ માટે કુલ ૧૫૧ લોકોએ આશ્રય લીધો હતો. જસદણ વહીવટીતંત્રએ જલારામ મંદિર, નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહકારથી તમામ આશ્રિતો માટે ગરમાગરમ ભોજનની વ્યવસ્થા કરી હતી. વરસાદ પૂર્ણ થયા બાદ વહીવટીતંત્ર દ્વારા એક જ દિવસમાં તમામ આશ્રિતોને કેશ ડોલ્સનું ચુકવણું કરવામાં આવ્યું હતું તેમ પ્રાંત અધિકારી શ્રી ગ્રીષ્મા રાઠવાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!