PANCHMAHALSHEHERA

નગરપાલિકા હોલ શહેરા ખાતે “સશકત અને સુપોષિત કિશોરી મેળા”નું કરાયું આયોજન

વાત્સલ્ય સમાચાર

 

નિલેશ દરજી શહેરા

 

ગુજરાત સરકારશ્રીની “બેટી બચાવો બેટી પઢાવો” તેમજ પૂર્ણા યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડીએસ શાખા શહેરા દ્વારા તાલુકા કક્ષાનો “સશકત અને સુપોષિત કિશોરી મેળા”નું આયોજન નગરપાલિકા હોલ શહેરા ખાતે કરાયું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂર્ણા શિલ્ડ, પૂર્ણા કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કિશોરીઓને મહિલાલક્ષી કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી અપાઈ હતી. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.

 

આ તકે તાલુકાપંચાયત પ્રમુખ રયજીભાઈ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ડો.કિરણસિંહ,નગરપાલિકા પ્રમુખશ્રી ભલાભાઈ,નગરપાલિકા ઉપપ્રમુખશ્રી, પ્રોગ્રામ ઓફીસરશ્રી રમીલાબેન,મહિલા અને બાળ અધિકારીશ્રી માધવીબેન,તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીતસિંહ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

*****

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!