GUJARATMEHSANAVIJAPUR

પાંચોટ રમતગમત સંકુલ ખાતે 67 મા રાષ્ટ્રીય શાળા રમોત્સવનો પ્રારભ

પાંચોટ રમતગમત સંકુલ ખાતે 67 મા રાષ્ટ્રીય શાળા રમોત્સવનો પ્રારભ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા પાંચોટ ગામે 03 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી દરમિયાન અંડર 19 છોકરાઓ વોલીબલ રમતમાં 29 રાજ્યોનો 348 ખેલાડીઓ ભાગ લીધો છે આ રામત ઉત્સવ નો પ્રારંભ કરવા માટે જીલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી કરાયો હતો
રમતો થકી યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી રહ્યા છે- જિલ્લા કલેકટર એમ નાગરાજન 67 મા નેશનલ સ્કૂલ ગેમ-2023-23ની ઓપનીંગ સેરેમનીનો કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રમતો થકી યુવાન આજે નવા ભારતના નિર્માણ માટે આગળ વધી રહ્યો છે, તેમણે ઉમેર્યું હતું કે આજે દરેક યુવાનને તેની પ્રતિભા ખીલવા માટે તકનો ઉપયોગ કરી આગળ વધી રહ્યો છે..
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાને 67 મા નેશનલ સ્કૂલ ગેમના આયોજનું સૌભાગ્ય મળ્યું છે. મહેસાણા જિલ્લો પ્રધાનમંત્રીશ્રીના વતનનો જિલ્લો છે. દેશના પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન યુવા વિકાસનું રહ્યું છે. દેશનો યુવાનો દુનિયામાં રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે સરકારે અનેક દિશામાં કામ કરે છે
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં સ્ત્રી કેળવણીનો પાયો નાંખનાર સાવિત્રી બા ફુલેના જન્મ દિવસે રમતોત્સવનો પ્રારંભ કરાયો છે જે ગૌરવની ક્ષણ છે.. તેમણે જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીને પગલે આજે ભારતમાં રમતવીરોને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે ઉમેર્યું હતું કે ભારતે છેલ્લા વર્ષોમાં રમતગમત ક્ષેત્રે અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે.તેમણે ઉમેર્યું હતું કે આ ભૂમિ અનેક ખેલાડીઓનું નિર્માણ કરશે તેમ જણાવી વિવિધ રાજ્યોમાંથી આવેલ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી
આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજને 67 મા નેશનલ સ્કુલ ગેમ્સની શરૂઆત કરાઇ હતી.વિવિધ ટીમો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું
67 મા નેશનલ સ્કુલ ગેમ્સ વોલીબોલ રમોત્સવમાં વિવિધ રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ,બિહાર,સી.બી.એસ.ઇ,ચંડીગઢ,છત્તીસગઢ દિલ્લી,હરીયાણા,મહારાષ્ટ્રા,એન.વી.એસ,ઓરીસ્સા,પાંડીચરી,ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,વિધાભારતી,હિમાચલ પ્રદેશ, આઇ.બી.એસ.સી,જમ્મુકાશ્મીર,ઝારખંડ,કર્ણાટકા,કેરાલા,લક્ષદ્રીપ,પંજાબ,રાજસ્થાન, તામીલનાડુ,તેલાંગણા,સી.આઇ.એસ.સી ગુજરાત સહિતની ટીમોના ખેલાડીઓ ભાગ લેનાર છે
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી સુખાજી ઠાકોર,મુકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,સરદારભાઇ ચૌધરી,નગરપાલિકા પ્રમુખ મિહીર પટેલ,સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના એલ.પી બારૈયા સહિત સ્પોર્ટસ ઓથોરીટીના અધિકારીઓ,ખેલાડીઓ,કોચ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સાંસદશ્રી શારદાબેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ્રી સુખાજી ઠાકોર,મુકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,કિરીટભઇ પટેલ,સરદારભાઇ ચૌધરી,સી.જે.ચાવડા ઉપસ્થિત રહેનાર છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજીત 67 મા નેશનલ સ્કૂલ ગેમ્સ વોલીબોલ અંડર 19 છોકરાઓની સ્પર્ધા યોજાનાર છે.દેશભરમાંથી 20 થી વધુ ટીમો ભાગ લઇ રહી છે જેનો શુભારભ 03 જાન્યુઆરીના રોજ સાંજે ચાર કલાકે રમત ગમત સંકુલ પાંચોટ ખાતે થનાર છે જેમા ઉપસ્થિત રહેવા સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાતના આર.એસ.નીનામા અને આઇ.આર.વાળાએ આમંત્રણ પાઠેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!