MEHSANAVIJAPUR

વિજાપુર ફૂટવેર એસોસિએશન દ્વારા ઇફતાર પાર્ટી યોજાઈ હિન્દૂ મુસ્લીમ ભેગા મળી ઇફતાર પાર્ટી કરી એકતા નો પૈગામ આપ્યો

વિજાપુર ફૂટવેર એસોસિએશન દ્વારા ઇફતાર પાર્ટી યોજાઈ
હિન્દૂ મુસ્લીમ ભેગા મળી ઇફતાર પાર્ટી કરી એકતા નો પૈગામ આપ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ફૂટવેર એસોસિએશન દ્વારા હાલ માં મુસ્લીમ સમાજ દ્વારા રમજાન માસમાં ઉપવાસ ચાલી રહ્યો છે ત્યારે શહેરના ફૂટવેર એસોસિએશન દ્વારા મહાદેવ ફૂટવેર કાળુ ભાઈ તેમજ રાજુભાઇ તેમજ એની ફૂટવેર ના હારુન ભાઈ ના સહકાર થી ઇફતાર પાર્ટીનો અયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દૂ ભાઈઓ અને મુસ્લીમ ભાઈ ઓ સાથે મળી ને સાંજના ઇફતારી કરી હતી તેમજ તાલુકા શહેર રાજ્ય દેશમાં અમનો શાંતી રહે તેમજ હાલમાં વેપાર ધંધા માં આવેલ મંદી દૂર થાય શાંતી સ્થપાય તે માટે દુવાઓ કરવામાં આવી હતી ઇફતાર પાર્ટી કરીને લોકોને એકતા ભાઈચારાની ભાવના દર્શાવી હતી આ અંગે મહેમુદ અહેમદ મૌલવી એ જણાવ્યું હતુકે આ ઇફતાર પાર્ટીથી દરેક ને એક સંદેશો આપવા માંગીએ છીએ દરેક તહેવાર એકતા સાથે ઉજવવામાં આવે તો એકબીજા ધર્મ પ્રત્યે ની નફરતની ભાવના દૂર થશે જ્યાં એકતા છે ત્યાં લક્ષ્મી નો પણ વાસ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!