GUJARATJUNAGADHKESHOD

કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો જોનપુર ગામેથી બે આરાપી સાથે વિદેશી દારૂની ૧૭૯ બોટલ કિંમત રૂપિયા ૪૧૬૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધાં…

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના મુજબ દારૂ જુગારની બદી ડામવા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી.સી.ઠકકરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર બી.બી.કોળી, પોલીસ સબ ઈન્સપેકટર બી.કે.ચાવડાએ તમામ પોલીસ કર્મચારીઓ ને સતર્ક રહેવા સુચિત કર્યા હતાં. કેશોદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અને કરણભાઈ હમીરભાઈ ભાટિયા ને સંયુક્ત રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાનાં જોનપુર ગામે બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમીટે વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યાં છે માહિતીની ખાનગી રાહે ચોકસાઈ કરતાં માહિતી ખરી હોય ખાસ તપાસ માટેનું વોરંટ મેળવી બે પંચોને સમજ આપી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર બી બી કોળી પોલીસ સબ ઈન્સપેકટર બી કે ચાવડા સહિત કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, યશવંતસિહ યાદવ, વિનયસિહ સિસોદિયા, અજયસિંહ ચુડાસમા જોનપુર ગામે પહોંચી માહિતી વાળા મકાનનો દરવાજો ખુલ્લો હોય અંદર પ્રવેશ કરતાં બે શખ્સો નાસવાનો પ્રયાસ કરતાં કોર્ડન કરી જેમના તેમ બેસવાની સુચના આપી પુછપરછ કરતાં પોતાનું નામ હારૂનભાઈ ડાડાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેશોદ જણાવ્યું હતું ઘરમાં તપાસ કરવામાં આવતાં પેટી પલંગમાં શણનાં ચાર કોથળામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલ નંગ ૧૭૯ કિમંત રૂપિયા ૪૧૬૦૦ કબજે કરી પાસ પરમીટ માંગતા ન હોય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાજીદભાઈ ઈકોવાળો રહેવાસી અગતરાય વાળાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સપેકટર બી કે ચાવડાએ હારૂનભાઈ ડાડાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેશોદ ની અટક કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આપનાર સાજીદભાઈ ઈકોવાળો રહેવાસી અગતરાય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર બી બી કોળી ચલાવી રહ્યાં છે.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!