BANASKANTHAGUJARATPALANPUR

જગાણા ગુરૂમંદિર દ્વારા પાવક જલધારા છંટકાવ કરાયો.

22 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જગાણા ગામના કૃર્ષિકારો રજા રાખી ગુરુમહારાજના દર્શન સામીપ્યનો દિવ્ય લાભ મેળવે છે અને ગુરૂમહારાજના દર્શન કરી પાવન થાય છે ગુરૂમહારાજના પ્રક્ષાલન કરેલા પગલા નું પાણી ગામમાં પશુધન તેમજ ગામને છંટકાવ કરીને પાવન કરાય છે. ગામમાં ગુરૂ તોરણ બંધાય છે.ગુરૂજી ની કૃપા જગાણા ગામમાં લોકોના દુ:ખ દૂર કરી સુખાકારી આપે છે.ગામ લોકો સુખ શાંતિ અને ચેનથી રહી શકે તેમજ ગામમાં રોગચાળો ન પ્રવેશે એવા વિશિષ્ટ હેતુથી ગામમાં વંશપરંપરાગત ગુરૂમહારાજના મંદિરથી તોરણ સહિત પાવક જલધારા છંટકાવની પરંપરા ચાલી આવે છે. જે અનુસાર આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવાર એટલે જગાણા ગ્રામજનો માટે ગુરુ મહિમા દિન નિમિત્તે ગુરૂમહારાજના મંદિર પરિવાર તરફથી ગામમાં જલછાટણા તેમજ તોરણ નું આયોજન દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ઉપરાંત રક્ષાતોરણ તેમજ જલ છંટકાવ કાર્યક્રમમાં ગુરૂમહારાજના મંદિરના મહંતશ્રી ચંદનગીરી ગોસ્વામી, સનાતન ધાર્મિક ટ્રસ્ટના પ્રમુખશ્રી,ટ્રસ્ટીશ્રીઓ પ્રેમજીભાઈ ચૌધરી, રણછોડભાઈ દેસાઈ, દેવાભાઈ પ્રજાપતિ અને ગ્રામજનોમાંથી બાબુભાઇ ગોસ્વામી, મોતીગીરી ગોસ્વામી, કેશરભાઇ ચૌધરી, કેસરભાઇ લોહ,ગણેશભાઇ ચૌધરી, હજુરજી ઠાકોર, ગુલાબજી ઠાકોર તેમજ ગામના યુવાનો સહિત સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!