ARAVALLIMEGHRAJ

ઇસરી પોલિસ ઊંગતી રહી : LCB એ રેલ્લાંવાડા મુખી કોમ્પ્લેક્સ ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો,આરોપી ઝડપાયો 

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલિસ ઊંગતી રહી : LCB એ રેલ્લાંવાડા મુખી કોમ્પ્લેક્સ ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો,આરોપી ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ઉનાળા ના સમય માં ચોરીના બનાવો વધતા જોવા મળી રહ્યાં છે અને ચોરો હવે ચોરીને અંજામ આપી રહ્યા છે દિન પ્રતિદિન ચોરીના બનાવો વધતા સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયાં છે ત્યારે વાત છે મેઘરજ તાલુકામાં આવેલ રેલ્લાંવાડા ખાતે મેઘરજ રોડ પર આવેલ મુખી કોમ્પ્લેક્સમાં રાત્રીના સમયે એક દુકાનદાર ની દુકાનમાં થી તારું તોડી ચોરી કરી હતી જે પગલે ચોરી થયાના બીજા દિવસે સવારે દુકાનદાર દુકાને આવતા ચોરી બાબતે જાણ થઇ હતી અને આ ઘટના લઇ ઇસરી પોલિસ સ્ટેશન ને જાણ કરવામાં આવી હતી અને ચોરી અંગે ગુન્હો નોંધાવમાં આવ્યો હતો ચોરી બાબતે ઝીણવટ ભરી તપાસ માટે ડોગસ્કોડ ની પણ મદદ લેવામાં આવી હતી.ચોરીની ઘટના ને લઇ ઇસરી પોલિસ સ્ટેશન પાસે તપાસ હતી પરંતુ આ ગુન્હા ને ગણતરીના કલાકોમાં જિલ્લા LCB પોલિસ દ્વારા ગુન્હો નો ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો અને ચોરીને અંજામ આપનાર ચોર કિશોરવય નો હોવાનું સામે આવ્યું હતું આરોપીઓ શોધી કાઢવા સારુ LCB ટિમ તપાસમાં હતી તે દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ગુન્હો આચરેલાની હકીકત જણાઇ આવી હતી જે આધારે કિશોરના પીતા ડાહયા ભાઇની હાજરીમાં પુછપરછ કરી આ અંગે ઝડતી કરતાં તેના નાઇટીના ખીસ્સામાંથી ગુન્હામાં ચોરીમાં ગયેલ અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂપીયા 21,330/-મળી આવેલ સદરીકિશોરવય આરોપી પાસેથી મળી આવેલ ચલણી નોટો બાબતે કાયદાના સંઘર્ષમાં રાખી કિશોરને પુછપરછ કરતાં પોતે તથાતેના મિત્રો એ સાથે મળી આ ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી આમ ઇસરી પોલિસ ઉંગતી રહી અને જિલ્લા LCB ટીમે ચોરીનો ગુન્હો ઉકેલી ચોરીમાં ગયેલ રકમ અને આરોપીએ ઝડપી પાડ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!