GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં ૧૦,૪૮૪ મે. ટન ચોખા, ૭૦૮૯ મે. ટન ઘઉંનું વિતરણ

તા.૨૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લામાં N.F.S.A. હેઠળ ૧૩.૧૭ લાખ લાભાર્થીઓને મળે છે ‘અન્ન સલામતી’

Rajkot: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ રાજકોટ જિલ્લામાં એપ્રિલથી જૂન માસ દરમિયાન અંત્યોદય રાશનકાર્ડ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ૭૦૮૯ મે.ટન ઘઉં તથા ૧૦,૪૮૪ મેટ્રીક ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી દ્વારા જણાવાયા મુજબ, એપ્રિલમાં ૨૫૮૧.૨૨ મે.ટન, મે માસમાં ૩૧૯૯.૬૫ તથા જૂન માસમાં ૧૩૦૮.૩૧ મે.ટન ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે એપ્રિલમાં ૩૮૨૧.૯૮, મે માસમાં ૪૭૩૨.૮૮ તથા જૂનમાં ૧૯૨૯.૩૧ મે. ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જૂનમાં લાભાર્થીઓને રાહત દરે રૂ. ૫૦ પ્રતિ કિલો લેખે ૧૬૫.૧૭૩ મે. ટન તુવેરદાળનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

ગરીબી રેખા હેઠળના કુટુંબોને રૂ. ૨૨ પ્રતિ કિલો લેખે જ્યારે અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ કિગ્રા રૂ. ૧૫ લેખે ખાંડનું વિતરણ કરવામાં આવે છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન ૩૫૪.૩૪૩ મે. ટન ખાંડનું વાજબી ભાવે વિતરણ કરાયું છે. ઉપરાંત તહેવારો નિમિત્તે એક કિલો ખાંડ વધારાની આપવામાં આવશે.

લાભાર્થીઓને ડબલ ફોર્ટીફાઈડ આયોડાઈઝ મીઠું રૂ. ૧ પ્રતિ કિલો લેખે આપવામાં આવે છે. છેલ્લા ત્રણ માસમાં ૨૭૮.૩૮૬ મે.ટન મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને સિંગતેલ પ્રતિ લીટર રૂ. ૧૦૦ લેખે, ચણા, રૂ. ૩૦ પ્રતિ કિલો, તુવેરદાળ રૂ. ૫૦ પ્રતિકિલો લેખે આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ ૩,૨૨,૩૬૦ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ અંતર્ગત ૧૩,૧૭,૩૮૬ લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનો લાભ મેળવે છે.

Back to top button
error: Content is protected !!