NATIONALSPORTS

World Cup : વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી થઈ

વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હાર આપી છે. સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં સાત વિકેટે 215 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે ફટકારેલી સદી એડે ગઈ છે. તો ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં આવેલા ટ્રેવિડ હેડે ફિફ્ટી ફટકારવા ઉપરાંત 2 વિકેટ ઝડપી મહત્વનું યોગદાન આપી ટીમને જીત અપાવી છે. આજની મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. સાઉથ આફ્રિકાનો ઓછો સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયાને વિજયના સ્કોર સુધી પહોંચવામાં ફાફા પડી ગયા હતા, જોકે જોશ ઈંગ્લિશ, મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્ટની ધૈર્યપૂર્વક બેટીંગના કારણે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. હવે 19મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ભારત સામે ફાઈનલ મેચ રમશે અને આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાએ આજની બીજી સેમિફાઈનલ મેચ જીતવાની સાથે જ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે 19મી નવેમ્બરની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!