GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

*જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી*

 

*જામનગર તા.06 માર્ચ.*

 

*રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર*

 

આગામી દિવસોમાં મહા શિવરાત્રી, ધુળેટી અને ગુડ ફ્રાઇડે જેવા તહેવાર તેમજ લોકસભા સામાન્ય ચુંટણી-2024 યોજાનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.05-04-2024 સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે.

 

આ સમયગાળા સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો- આવી તમામ પ્રવૃતિઓ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

 

આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.

 

આ જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહિ.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!