NATIONAL

દેશને જે લોકો લૂંટી રહ્યા છે તેવા ભ્રષ્ટાચારીઓને ભાજપ કરે છે સમર્થન?

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનું લોકસભા સાંસદ પદ રદ કરી દેવામાં આવતા હવે પૂર્વ સાંસદ બની ગયા છે જેના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે ત્વરિત ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે જેમાં જણાવ્યું કે, નીરવ મોદીએ 14 હજાર કરોડનું, લલિત મોદીએ 425 કરોડનું, મેહુલ ચોક્સીએ 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું જે લોકોએ દેશના પૈસા લૂંટ્યા, ભાજપ એ લોકોનો બચાવ કેમ કરી રહ્યો છે? તપાસથી કેમ ભાગે છે? જે લોકો સવાલો ઊઠાવે છે તેમના પર કેસ ઠોકી દેવાય છે. શું ભાજપ ભ્રષ્ટાચારીઓને ટેકો આપે છે.? આ મામલે હવે કોંગ્રેસે સાંજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ જોડાઈ શકે છે. પ્રિયંકા ગાંધી આ દરમિયાન રાહુલ ગાંધીના ઘરે પહોંચી ગયા છે.

આ મામલે કોંગ્રેસ વતી સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું તે તમારા માટે અને દેશ માટે રોડથી સંસદ સુધી લડી રહ્યા છે. લોકતંત્રને બચાવવા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. દરેક કાવતરાં છતાં તે આ લડાઈ દરેક કિંમતે જારી રહેશે અને આ મામલે ન્યાયસંગત કાર્યવાહી કરશે.

Back to top button
error: Content is protected !!