GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના બેઢીયા ગામમાંથી વેજલપુર પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.બૂટલેગર ફરાર

તારીખ ૧૯/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના બેઢીયા ભલા દરજી વાળા ફળીયા ખાતે રહેતા કિશોરભાઈ શનાભાઇ ચૌહાણ તેના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એસ.એલ. કામોળ તેમજ તેમની ટીમ દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા વિદેશી દારૂની અલગ અલગ જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂના કવાટરીયા તેમજ ટીન બિયર કુલ બોટલ નંગ-૨૮૮ જેની કુલ કિંમત રૂ.૨૯,૭૬૦/- નો મુદામાલ વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.વેજલપુર પોલીસે કિશોરભાઈ શનાભાઇ ચૌહાણ પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા પોલીસે તાલુકાના ભુકી ગામેથી અને વેજલપુર પોલીસે તાલુકાના બેઢીયા ગામે બુધવાર સુધીમાં બે લાખની આજુબાજુ કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.આમ એલસીબી પોલીસ અને વેજલપુર પોલીસે કાલોલ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છાપો મારી વિદેશી દારૂ ઝડપી પોલીસે જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિને નાબૂદ કરવાની સફળતા પ્રાપ્ત કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!