GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કરાના મુવાડા ગામે બે ઈસમોએ ખેતરમા કરંટ મુકતા ૨૬ વર્ષીય યુવાનનુ મોત.પોલીસે તપાસ શરૂ કરી

તારીખ ૨૦/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ પોલીસ મથકે રવીન્દ્રકુમાર સોમસીંહ સોલંકી રે. ખોડીના મુવાડા તા કાલોલ દ્વારા નોંધાયેલ ફરીયાદ મુજબ તેઓ ફોરેસ્ટ વિભાગ મા બીટ ગાર્ડ તરીકે કડાણા ખાતે ફરજ બજાવે છે. ગત તા ૦૧/૦૬/૨૦૨૩ ના રોજ તેઓની માતાનો ફોન આવ્યો હતો જેમાં જણાવેલ કે તેના નાનાભાઈ સુનીલકુમાર ની લાશ જયેન્દ્રસિહ અર્જુનસિંહ રાઠોડ રે.સાતમણા નાઓના બાજરીના ખેતરમાં થી મળેલ છે જેથી તે સમયે પોલીસ ને જાણ કરતા કાલોલ પોલીસે અકસ્માત મોત ની નોધ કરી તપાસ હાથ ધરી હતી. બનાવ તા ૩૧/૦૫/૨૩ ના ૮ કલાક થી થી તા ૦૧/૦૬/૨૩ ના ૧૦:૪૫ કલાક સુધી કોઈ પણ સમયે કરાના મુવાડા ગામે આવેલ કનકસિંહ ઊર્ફે કનુ નટવરસિંહ ચૌહાણ ના મગફળી વાળા ખેતરની આસપાસ કરેલ તારની વાડ પાસે દિલિપસિંહ છત્રસિંહ ચૌહાણ અને છત્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણે કનકસિંહ ના ભાગિયા તરીકે મગફળી નો પાક કરી એલ આકારમાં પૂર્વ દક્ષિણ ખૂણા મા મગફળી ફરતે તારની વાડ કરી ઇલેક્ટ્રિક કરંટ મુકતા આ ઇલેક્ટ્રિક કરંટ ને કારણે કોઇ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેવુ જાણવા છતા પણ બન્ને ઈસમોએ મગફળીના પાકને ફરતે ઇલેક્ટ્રિક કરંટ મુકતા સુનીલકુમાર સોમસિંહ સોલંકી ઉ. વ.૨૬ ને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજયું હતુ જે બાદ મરણ જનાર સુનીલકુમાર ની લાશ ને બંને ભેગા મળીને જયેન્દ્રસિહ અર્જુનસિંહ રાઠોડ રે. સાતમણા નાઓના બાજરીના ખેતરમાં મુકી આવ્યા હતા અને આમ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તા ૦૮/૦૯/૨૩ ના રોજ મરણ જનાર ના મોતનું ચોક્કસ કારણ આવતા ફરીયાદી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા આવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૪,૨૦૧,૧૧૪ મુજબ ની ફરીયાદ નોધી વધુ તપાસ સીનીયર પીએસઆઈ જે ડી તરાલે શરૂ કરી આરોપીઓને પકડવાની કવાયતો તેજ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!