અહેવાલ
અરવલ્લી : બાયડ અને માલપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, ઉમેદવારો એ સૌ કાર્યકર્તાઓ તેમજ મતદારોનો માન્યો આભાર
અરવલ્લી જિલ્લાની અંદર પણ બે તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. માલપુર તાલુકા તેમજ બાયડ તાલુકાની અલગ અલગ એક એક તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. માલપુર તાલુકાની બામણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો તો બાયડની પીપોદરા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપનો વિજય થયો હતો. માલપુરમાં બામણી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર મંગુબેન આર પુજારા એ 1493 મત મેળવી 375 મતની લીડથી ભવ્ય જીત થઈ હતી. બીજી બાજુ બાયડમાં પીપોદરા તાલુકા પંચાયતની બેઠક પર સુરેખાબેન આર પરમારે 1885 મત મેળવી 1018 મતની લીડથી ભવ્ય જીત મેળવી હતી આમ અરવલ્લી જિલ્લાની અંદર માલપુર તાલુકા તેમજ બાયડ તાલુકાની અંદર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં બંને બેઠક ભાજપે કબજે કરી હતી અને ફરી એકવાર અરવલ્લીમાં કમળ ખીલેલું જોવા મળ્યું હતું જીતેલ બંને ઉમેદવારો મતદારો અને સૌ કાર્યકર્તાઓ નો આભાર વ્યકત કરી જીતની ખુશી વ્યકત કરી હતી