NATIONAL

નીટ દ્વારા ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩નું ફાઈનલ નોટિફિકેશન કરી દેવામા આવ્યુ છે. જાણો નવા નિયમો

નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩નું ફાઈનલ નોટિફિકેશન કરી દેવામા આવ્યુ છે.આ નવા રેગ્યુલેશન્સ મુજબ હવે મેડિકલમાં પ્રવેશ માટે માત્ર ધો.૧૨ પાસ જ જરૂરી રહેશે. જે તે બોર્ડમાં ફીઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજીના થીયરી-પ્રેક્ટિકલના ૫૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો નિયમ દૂર કરી દેવાયો છે.આ ઉપરાંત એમબીબીએસમાં હવે જે તે રાજ્યની પોતાની પ્રવેશ પ્રક્રિયાને બદલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે નક્કી કરેલી ઓથોરિટી દ્વારા સંપૂર્ણપણે નીટના મેરિટથી કોમન સેન્ટ્રલાઈઝડ એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે.

ધો.૧૨ સાયન્સ પછી  બી ગુ્રપના વિદ્યાર્થીઓ માટેના મેડિકલ પ્રવેશના નવા નિયમો અંતે નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામા આવ્યા છે.અગાઉ ફેબુ્રઆરીમાં મેડિકલ કમિશને ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩નો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો અને સૂચનો મંગાવ્યા હતા.સૂચનો અને મંતવ્યો બાદ નેશનલ મેડિકલ કમિશન દ્વારા ફાઈનલ રેગ્યુલેશન્સ જાહેર કરી દેવામા આવ્યા છે.જેનાથી મેડિકલ-એમબીબીએસ એજ્યુકેશન સીસ્ટમમાં ઘણા ફેરફારો થશે. મેડિકલ કમિશનના આ નવા રેગ્યુલેશન્સ મુજબ હવે એમબીબીએસ પ્રવેશ માટે માત્ર ધો.૧૨ સાયન્સ મુખ્ય વિષયો સાથે પાસ કરેલુ હોવુ જોઈએ. અગાઉ ધો.૧૨ સાયન્સમાં ફીઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજીના થીયરી-પ્રેક્ટિકલના ૫૦ ટકા મેડિકલ પ્રવેશ માટે ફરજીયાત. પરંતુ હવે નવા નિયમો મુજબ મેડિકલ પ્રવેશ માત્રને માત્ર સંપૂર્ણપણે નીટના સ્કોરથી જ થશે.
મેડિકલ પ્રવેશ માટેની નવી લાયકાતો મુજબ વિદ્યાર્થીએ ૩૧ જાન્યુઆરીના રોજ કે તેની પહેલા ૧૭ વર્ષ પુરા કરેલા હોવા જોઈએ. ધો.૧૨ સાયન્સ ફીઝિક્સ,કેમિસ્ટ્રી , બાયોલોજી કે બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે પાસ કરેલુ હોવુ જોઈએ.

આ ઉપરાંત નવા રેગ્યુલેશન્સની જોગવાઈઓ મુજબ દેશમાં આવેલી તમામ મેડિકલ કોલેજોમાં એમબીબીએસમાં કોમન કાઉન્સેલિંગ પ્રક્રિયાથી જ પ્રવેશ અપાશે.આ માટે ભારત સરકાર ડેજિગ્નેટેડ ઓથોરિટીની રચના કરશે અને નિમણૂંક કરશે. જે સંપૂર્ણપણે માત્ર મેડિકલ પ્રવેશની કામગીરી કરશે. ભારત સરકારની નક્કી કરાયેલી એજન્સી જ પ્રવેશ પ્રક્રિયાના નિયમો-પદ્ધતિઓ તૈયાર કરશે અને તે જ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા થશે. અગાઉ મેડિકલ પ્રવેશમાં સીટ મેટ્રિક્સ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાતુ હતુ પરંતુ હવે મેડિકલ કોલેજોમાં બેઠકોની સંખ્યા-સીટ મેટ્રિક્સ પણ નેશનલ મેડિકલ કમિશન જ તૈયાર કરશે. હાલ એમબીબીએસમાં ૧૫ ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોને બાદ કરતા બાકીની બેઠકો માટે જે તે રાજ્યની મેડિકલ પ્રવેશ સમિતિ કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરે છે પરંતુ હવે સમગ્ર દેશમાં કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા થશે અને જે માત્રને માત્ર યુજી-નીટના મેરિટના આધારે થશે.કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા જરૂર લાગે તેટલા એકથી વધુ કાઉન્સેલિંગ-એડમિશન રાઉન્ડ કરવામા આવશે.

મેડિકલ પ્રવેશમાં આ નવી જોગવાઈઓ

  • – ધો.૧૨ સાયન્સ મુખ્ય વિષયો સાથે પાસ કરેલુ હોવુ જોઈએ
  • – યુજી નીટના મેરિટથી જ સંપૂર્ણપણે પ્રવેશ પ્રક્રિયા
  • – કેન્દ્ર સરકારની નક્કી કરેલ ઓથોરિટી દ્વારા દેશની તમામ કોલેજો માટે કોમન પ્રવેશ
  • – બે વિદ્યાર્થીના સરખા નીટ સ્કોર હોય તેવી સ્થિતિમાં ફીઝિક્સ,ત્યારબાદ કેમિસ્ટ્રી અને ત્યારબાદ બાયોલોજીના સ્કોરને ધ્યાને લેવાશે.
  • – વિષયદીઠ સ્કોરને ધ્યાને લીધા બાદ પણ જો સ્કોરિંગમાં ટાઈ પડે તો ડ્રો કરાશે અને જે માત્ર કમ્પ્યુટરાઈઝ હશે,માનવીય હસ્તક્ષેપ નહીં ચાલે
  • – નીટનો મિનિમમ એલિજિબલ સ્કોર નહીં હોય તો વિદ્યાર્થી ભારત કે ક્યાંય પણ મેડિકલ એજ્યુકેશન નહીં મેળવી શકે
  • – એડમિશન એજન્સી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયાના એક સપ્તાહમાં અંડર ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન બોર્ડને પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની યાદી સોંપશે.
  • – જે તે કોલેજે પણ પ્રવેશ મેળવેલ પોતાના વિદ્યાર્થીઓની યાદી કોર્સ જોઈનિંગના એક સપ્તાહમાં એજ્યુકેશન બોર્ડને સોંપશે.
  • – એજ્યુકેશન બોર્ડ દ્વારા પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરાશે અને મેડિકલ કમિશનની વેબસાઈટ પર પણ મુકવામા આવશે.

હવે બારોબાર પ્રવેશ આપી નિયમ ભંગ કરનારી કોલેજને 1 કરોડ દંડ

  • – બીજા વર્ષમાં એક કોલેજથી બીજી કોલેજમાં માઈગ્રેશન-ટ્રાન્સફર પર પણ હવે પ્રતિબંધ

યુજી મેડિકલ એજ્યુકેશનના નવા રેગ્યુલેશન્સમાં પ્રવેશ નિયમોના ભંગ બદલ દંડની કડક જોગવાઈ કરવામા આવી છે.જે મુજબ હવે કોઈ પણ મેડિકલ કોલેજ પાછલા બારણેથી  બારોબાર પ્રવેશ આપશે કે ઓછા નીટ સ્કોર પર પ્રવેશ આપશે અને નિયમોનો ભંગ કરશો તો પ્રથમવાર કોલેજને એક કરોડ અથવા વિદ્યાર્થીની પુરા કોર્સની ફી બેમાંથી જે વધુ હોય તે દંડ કરાશે. બીજીવાર કોલેજની ગેરરીતિ પકડાશે તો બે કરોડ દંડ અથવા પુરા કોર્સની ડબલ ફી બેમાથી જે વધુ હશે તે દંડ કરાશે અને ત્યારબાદ પણ કોલેજની ગેરરીતિ ધ્યાને આવે તો કોલેજને મેડિકલ પ્રવેશ માટે ગેરમાન્ય કરવામા આવશે.

જો કોઈ પણ વિદ્યાર્થી આ રીતે બારોબાર ગેરકાયદે પ્રવેશ લેશે તો તેને મેડિકલ કોલેજમાંથી કાઢી મુકવામા આવશે અને કોલેજની ડબલ બેઠકો એકથી બે વર્ષ માટે ઘટાડી દેવામા આવશે.મેડિકલ કમિશન દ્વારા નવા રેગ્યુલેશન્સમાં વિદ્યાર્થીના માઈગ્રેશન અને ટ્રાન્સફર માટે પણ કડક જોગવાઈ કરવામા આવી છે.જેમાં હવે વિદ્યાર્થી બીજા વર્ષથી કોઈ પણ કોલેજમાં માઈગ્રેશન કે ટ્રાન્સફર નહીં લઈ શકે.અગાઉ વિદ્યાર્થી એક વર્ષ પુરુ કર્યા બાદ એક કોલેજથી બીજી કોલેજમાં ટ્રાન્સફર મેળવી શકતો હતો પરંતુ હવે આ શક્ય નહીં બને.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!