NATIONAL

GPSC : બેરોજગારો સાથે મજાક : GPSCએ છ મહિનામાં 20 પરીક્ષાઓ રદ કરી

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં લાંબા સમયથી અનેક જગ્યાઓ ખાલી પડી રહી છે. જગ્યા ભરવા પરીક્ષાઓનું આયોજન તો થાય છે. પરંતુ પછીથી તે કોઈને કોઈ કારણસર મોકૂફ થાય છે. અને જે પરીક્ષાઓ લેવાઈ તેમાં મોટાભાગના પરિણામો જાહેર થવામાં મોડું થયું હોય અથવા તો તેમાં પણ કોઈને કોઈ કારણસર ભરતી અટકી હોય. જ્યારે જ્યારે પરીક્ષા મોકૂફ થાય ત્યારે ત્યારે તનતોડ મહેનત કરતા ઉમેદવારોની તૈયારીઓ પર પાણી ફરી વળે છે. તેમનું મનોબળ પણ તૂટે છે.
શિક્ષણ વિભાગમાં 32 હજાર શિક્ષકોની સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટાભાગના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગતી ચાલી રહ્યા છે. મહેસુલ વિભાગમાં 6 હજારથી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટી જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં પણ 40 ટકા જેટલી જગ્યા ખાલી છે. 15 વર્ષથી શાળા-કોલેજ, જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરાતી નથી. શારીરિક શિક્ષણના શિક્ષકો, અધ્યાપકોની ભરતી 15 વર્ષથી કરાઈ નથી. તલાટીની ભરતી માટે 15-15 લાખ રૂપિયાનો વહીવટ થતો હોય તેવો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સાડા ચારથી પાંચ લાખ જગ્યા લાંબા સમયથી ખાલી છે.
રાજ્યમાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકાર જો કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારીઓ વિનાના ખાલી થઈ જશે.

GPSCએ પરીક્ષા મોકૂફ રાખી 

21 જુલાઈ 2023

અધિક્ષક, વર્ગ-2 (નિયામક શ્રી, અભિલેખાગારની કચેરી), જગ્યા-4
પુરાતત્વય રસાયણવિદ, વર્ગ-02, જગ્યા-1
હિસાબી અધિકારી વર્ગ-2

2 સપ્ટેમ્બર 2023

કાર્ડિયોલોજી વર્ગ-1 જગ્યા 4
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વર્ગ-1 જગ્યા-1
સી.ટી. સર્જરી, વર્ગ-1, જગ્યા-1

૯ આેક્ટોબર ૨૦૨૩

સાયન્ટિફિક આેફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-૨, જગ્યા-૬
ફિઝિસ્ટ (પેરામેડિકલ), વર્ગ-૨, જગ્યા-૩

૧૮ નવેમ્બર ૨૦૨૩

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩, જગ્યા-૨૭
પ્રિન્સિપાલ, સુપિરટેન્ડન્ટ (હોમિયોપેથી), વર્ગ-૧,

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૩, જગ્યા-૧૦
નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ-૧, જગ્યા-૨
આૈષધ નિરીક્ષક અધિકારી,

આૈષધ નિરીક્ષક અધિકારી, વર્ગ-૨, જગ્યા-૩૨
લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩, જગ્યા-૪૪
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-૩, જગ્યા-૨

5 ડિસેમ્બર- 2023

ભૂમિ મોજણી અધિકારી (નર્મદા, જળસંપત્તિ વિભાગ) વર્ગ-૧, જગ્યા-૩
નાયબ ભૂમિ મોજણી અધિકારી (નર્મદા, જળસંપત્તિ વિભાગ),

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨, જગ્યા-૧
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩, જગ્યા-૫

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!