GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ના વાંસેતી ગામે આવેલ BDR ફાર્મા કામનીમાં કામ કરતા કર્મચારી લિફ્ટ નીચે દબાઈ જતા નિપજ્યું મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૧૨.૨૦૨૩

હાલોલ તાલુકાના વાંસેતી માં આવેલી BDR ફાર્માશ્યુટિકલસ નામની કંપની માં શનિવારે બપોરે એક સ્થાનિક કામદાર કંપની ની લિફ્ટ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હોવાની વાત કામદાર ના પરીવાર ને થતા સાંજે કંપની બહાર પરિવારજનો સાથે અમુક લોકો એકઠા થઇ જતા કંપની ના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જોકે બનેલી ઘટના માં ભોગ બનનાર કામદાર કોન્ટ્રાકટ એજન્સી મારફતે કંપની શરૂ થઈ ત્યાર થી કંપનીમાં કામ કરતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકા ના રામેશરા રોડ ઉપર વાંસેતી ગામે આવેલી BDR ફાર્માશ્યુટિકલસ નામની દવાઓ ઉત્પાદન કરતી કંપની માં ગઈ કાલે શનિવારે બપોરે આલણસી ફળિયુ ઉજેતી ગામના કામદાર દિનેશભાઇ કાનજીભાઈ પરમાર ઉ.46 ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે જાણવા મળતી માહિતી મુજબ કામદાર નું મોત માલસામાન લોડિંગ કરવાની લિફ્ટ દુર્ઘટના માં થયું હોવાનું જાણવા મળી રહેલ છે.જોકે કામદાર નાં મોત નીપજ્યા હોવાની વાત તેના પરીવાર જનો ને થતા તેઓ કંપની ખાતે દોડી આવ્યા હતા.જયારે બનાવ અંગે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ માંથી હાલોલ ગ્રામ્ય પોલીસ મથક માં વર્ધી આપવામાં આવતા પોલીસે અકસ્માત મોત અંગે કાર્યવાહી હાથધરી છે.જ્યારે સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.

જ્યારે કંપની સંચાલકો દ્વારા મૃતક કામદારના પરિવારજનોને પીએફ ઇસીઆઇ આ સિવાયના અન્ય યોગ્ય વળતર તેમજ મૃતક ના દીકરાના ભણવાની ફી આપવાની તેમજ તેનો અભ્યાસ પૂર્ણ થયેલ કંપની ના ધારા ધોરણ મુજબ યોગ્ય નોકરી આપવા માટેની હૈયાધારણા ના આપી હોવાનું કંપની સંચાલકો જણાવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!