GUJARATNAVSARI

Navsari: બીલીમોરા નગરપાલિકાની બેદરકારીએ ગટરમાં ગરક થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો.

વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે વખારીયા રોડ પર આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટ નજીક વિસ્તારમાં રહેતા શેખ પરિવારની 6 વર્ષીય માસૂમ બાળકી ઘરે પરત ન ફરતા પરિવારજનો શોધખોળ આદરી હતી વરસાદી માહોલમાં આજુબાજુ સહિત નજીક વિસ્તારમાં કઈક પત્તો ન લાગતા  આસપાસના સિસીટીવી કેમેરાની મદદ લઇ તપાસ કરતા શાહીન શેખ ઘરના નજીક આવેલી ખુલ્લી ગટરમાં પડતી જોવા મળી હતી, વરસાદી પાણી વધુ હોવાના કારણે આ બાળકી ગટરમાં ગરક થઈ જોવા મળતા બાળકીના માતા પિતા ના પગ નીચેની જમીન સરકી ગઈ હતી.આ ખુલ્લી ગટર ની  બેદરકારી અંગે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,આ બનાવ ની જાણ થતા બિલીમોરા પોલીસ અને નગરપાલિકા ફાયર વિભાગની ટિમ સહિત  જિલ્લાનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, યુદ્ધના ધોરણે શોધખોળ આદરી હતી અવિરત વરસાદમાં મોડી સાંજ સુધી તમામ પ્રયત્નો હાથ ધરવા છતાં બાળકી મળી આવી ન હતી અંધારું પડી જતા કામગીરીમાં રુકાવટ આવી હતી અંતે 22 થી 23 કલાક ની ભારે જહેમત બાદ એનડીઆરએફ અને ફાયર વિભાગ ની ટીમે નજીક આવેલી અંબીકા નદીના વાડિયા શિપયાર્ડ માંથી માસૂમ શાહીન શેખ ની લાશ શોધી કાઢી હતી બાળકીના પિતા અજીતભાઈ  માસૂમ દીકરીના મૃતદેહને ગળે લગાડી દીધો હતો પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો આ બાળકીનો મૃતદેહ પીએમ માટે મેંગોસી હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે.

Back to top button
error: Content is protected !!