ANANDUMRETH

ઉમરેઠ ખાતે છાસવારે બનતી ચોરીની ઘટનાઓમાં પોલીસ સ્ટેશનથી માત્ર ૮૦૦ મીટર અંતરમાં વધુ બે મકાનોમાં ચોરી.

પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગર ખાતે ચોરોને જાણે ઉમરેઠ નગર ફાવી ગયું હોય તેમ વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે ઉમરેઠ નગરજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.ગતરોજ ઉમરેઠ નગર ખાતે પોલીસ સ્ટેશનની થી થોડેક જ દૂર વિંજોલ રોડ પર આવેલ સૈફુલ્લાનગર સોસાયટીમાં રાત્રીના સમયે ચોરો દ્વારા બે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો.પ્રાપ્ત માહિતી મુજબ મકાન માલિક લગ્ન પ્રસંગ અર્થે બહાર ગયા હોવાથી બંધ મકાનમાં ઘુસી જઈને ચોરો હાથ સફાઈ કરીને ચાલી નીકળ્યા.હાલ આ મકાનમાં કેટલા રૂપિયાની ચોરી થઈ છે અને કેટલી વસ્તુ ગાયબ થઈ છે તે પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.મકાન માલિકને ચોરી થયાની જાણ થતાં મકાન માલિકે ઉમરેઠ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી અને ઉમરેઠ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Back to top button
error: Content is protected !!