NATIONAL

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ, શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય નિશાનેબાજ મનુભાકરે શુટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.. ભારતીય નિશાનેબાજ મનુભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચતાજ દરેક ભારતીયને આશા હતી કે મનુ ભાકર ચોક્કસપણ દેશ માટે મેડલ જીતીને લાવશે, અને તે દેશવાસીઓની આશા પર ખરી ઉતરી છે. તેણે બ્રોન્ઝ મેડલ જીતીને દરેક ભારતીયને ગૌરવ પ્રદાન કર્યુ છે.

મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ છે.. કોરિયન ખેલાડીઓ ઓ યે જીને ગોલ્ડ (243.2 પોઈન્ટ) અને કિમ યેજી (241.3)એ સિલ્વર મેડલ જીત્યો હતો.

મનુ ભાકરને તેની આ સિદ્ધિ બદલ વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા છે..તેમણે કહ્યું કે આ સફળતા એટલા માટે ખાસ છે કારણ કે શુટિંગમાં પ્રથમવાર કોઇ ભારતીય મહિલા ખેલાડીએ મેડલ જીત્યો છે. મનુ ભાકરે 97,97,98,96,96, 96 સ્કોર મેળવીને ક્વોલીફાય કર્યુ રહતું.. તે હંગેરીની વેરોનિકા મેજર અને દક્ષિણ કોરિયાની ઓહ યેઝિન પછી ત્રીજા નંબર પર રહી હતી..

મનુભાકર હરિયાણાનાના ઝજ્જર જિલ્લાની રહેવાસી છે. તેણે ખુબ નાની ઉંમરથીજ પોતાનું નામ બનાવી દીધું હતું. નાનપણમાં તેને માર્શલ આર્ટ , ટેનિસ, બોક્સિંગ, સ્કેટિંગ જેવા અનેક ખેલોમાં રૂચિ હતી. બાદમાં તેણે શુટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો.

મનુભાકર ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઇ હતી. તેની પિસ્તોલ ખરાબ થઇ ગઇ હતી. ભાકરે વર્ષ 2017માં એશિયાઇ જુનિયર ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય પદક જીત્યો હતો.. તેણે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ કેરલમાં વર્ષ 2017માં રાષ્ટ્રીય ખેલોમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ સ્પર્ધામાં તેણે 9 ગોલ્ડ મેડલ જીતીને સિદ્ધુના રેકોર્ડને તોડ્યો હતો.

Back to top button
error: Content is protected !!