GUJARATLUNAWADAMAHISAGAR

અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી મહીસાગર ૧૮૧ અભયમ ટીમ.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી મહીસાગર ૧૮૧ અભયમ ટીમ.

‌મહીસાગર ૧૮૧ અભયમ ટીમ ડ્યુટી પર હાજર હતી તે દરમિયાન એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ પર ફોન કરી જણાવેલ કે એક મહિલા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા છે અને મગજ અસ્થિર જણાય છે એટલે તેમને મદદની જરૂર છે તો મહીસાગર ૧૮૧ અભયમ ટીમ ત્રાહિત વ્યક્તિએ આપેલ સરનામે પહોંચી ત્રાહિત વ્યક્તિ સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મહિલા પરમ દિવસે પણ આ વિસ્તારમાં હતા અને આજે પણ તેઓ પોતાના ઘરે ગયા નથી અને રસ્તો ભૂલી ગયા છે તેમ કહે છે ત્યારબાદ મહિલાનું કાઉન્સિલિંગ કર્યું તો જાણવા મળ્યું કે મહિલા પંચમહાલ જિલ્લાની છે પરંતુ તે મહિલા પોતાનું રહેઠાણનું સરનામું અલગ અલગ આપતા હતા. હાથી વિશ્વાસ ન હતો. આથી અમોએ જુદા જુદા વ્યક્તિ દ્વારા મહિલાને પૂછપરછ કરી તો તેઓ લુણાવાડા તાલુકાના ગામના વ્યક્તિ છે તેમ જણાવતા હતા. આથી તે ગામના સરપંચ નો કોન્ટેક નંબર મેળવી સંપર્ક કર્યો તો હકીકત જાણી કે મહિલા તેમના ગામના છે અને મગજ અસ્થિર છે આથી ઘરેથી નીકળી જાય છે ત્યારબાદ મહિલા ને તેમના પતિને સોંપણી કરી તથા મહિલાના પતિ જણાવતા હતા કે સાત વર્ષથી તેમની સેવા કરે છે પોતે કામથી બહાર જાય તો તે ઘરેથી નીકળી જાય છે તેમના પરિવારમાં બીજું કોઈ હયાત નથી તેમના બે બાળકો છે તે મહિલાના પિયરમાં રહે છે અમે તેમને પુરતું ધ્યાન રાખવા જણાવ્યું તથા હોસ્પિટલ ની માહિતી આપી હતી આમ અસ્થિર મગજની મહિલા રસ્તે રખડતી હોવાથી તેમના પતિ સાથે મિલન કરાવી મદદ પહોંચાડી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!