LAKHTARSURENDRANAGAR

કળમ ગામને નર્મદાનું પાણી નિયમિત આપો અને લખતરમાં કેનાલની સફાઈ કરવા માગ

તા.25/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વીવીધ તાલુકાઓના લોકોને પોતાના પ્રશ્નોના નીકાલ માટે જિલ્લા કક્ષાએ ન જવુ પડે તે માટે દર માસે તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નીવારણ કાર્યક્રમનું આયોજન કરાય છે ત્યારે તા. 22 ના રોજ લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નીવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લખતર મામલતદાર જી. એ. રાઠોડ સહીત વીવીધ વિભાગના અધીકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કળમ ગામે નર્મદાનું પાણી અનીયમીત મળતુ હોવાની, સહયોગ વિદ્યાલય અને મફતીયાપરા વિસ્તારમાં રહેણાક મકાન ઉપરથી પસાર થતી વીજલાઈન હટાવવા, લખતર પોસ્ટ ઓફીસના નાળા નીચેથી કાદેસરની બારી સુધી જતી ખુલ્લી ગટરને ઢાંકવા, જુના બસ સ્ટેશન પાસે અને ગઢની રાંગ પાસે આવેલ જાહેર શૌચાલયની નીયમીત સફાઈ કરવા, ખેતર આગળ કેનાલમાં ગેરકાયદેસર પાઈપ નાંખી પાણી લઈ બગાડ થતો હોવાની, ખેતરમાં પમ્પીંગ સ્ટેશનનું વધારાનું ક્ષારવાળુ પાણી નીકાલ થતો હોવાની રજુઆત થઈ હતી. આ ઉપરાંત લખતર મોક્ષધામ જવાના રસ્તે કેનાલન સફાઈ બાબતે રજુઆત થઈ હતી. મામલતદારે તમામ પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક નીકાલ લાવવા જે તે વિભાગના વડાને જણાવ્યુ હતુ.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!