NATIONAL

યુપી પેટા ચૂંટણી માં લાગ્યા પોલીસ પર મતદારોને રોકવાનો આરોપો !

યુપીમાં 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી હતી. આ દરમિયાન, મુઝફ્ફરનગરની મીરાપુર સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો છે, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે. યુપીની મીરાપુર સીટ પર પેટાચૂંટણી દરમિયાન પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ મતદારો મતદાન કરતા અટકાવી રહી હતી.  કેટલાક લોકોને તો મતદાન કર્યા વગર જ મતદાન મથકોની કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી કેટલાક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસ એક્શનમાં આવી અને સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની મીરાપુર સીટ પર પેટાચૂંટણી માટે ચાલી રહેલા મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હતો. કકરૌલીમાં ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે પોલીસ એકશનમાં આવી હતી. હોબાળો જોતા SSP ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચીને મામલો નિયંત્રણમાં લાવવાના પ્રયત્ન કર્યો.

Back to top button
error: Content is protected !!