NATIONAL

3 પ્રકારની ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી

મોબાઈલ વીડિયો કે ઓનલાઈન ગેમ્સને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આ ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે જેમાં વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત લગાડી શકે છે આ ત્રણ પ્રકારની તમમા ગેમ્સ પર હવે ભારત સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે. સરકારે કહ્યું છે કે, અમે આવી ગેમ્સને મંજૂરી આપીશું નહિ. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે, પહેલીવાર અમે ઓનલાઈન ગેમિંગને લઈને એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જેમાં દેશમાં 3 પ્રકારની ગેમને અમે મંજૂરી આપીશું નહીં.
માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એવી ગેમ્સો કે જે સટ્ટાબાજી સાથે જોડાયેલી છે અથવા તે વપરાશકર્તાઓ માટે નુકસાનકારક હોઈ શકે છે અને જેમાં આદત લાગવાનો ભય રહેલો છે તે પ્રકારની ગેમ્સો પર દેશમાં પ્રતિબંધ કરવામાં આવશે. જોકે, હજુ આ બાબતે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોઈ વિશેષ ગેમ્સની યાદી જાહેર કરી નથી. દેશ-વિદેશમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં બાળકોમાં કે કોઈપણ વ્યક્તિમાં ગેમનું વ્યસન તેમને ભારે નુકસાન પહોંચાડે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!