MORWA HADAFPANCHMAHAL

*પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ દ્રારા મોરવા(હ) તાલુકાના મોરા ગામે ખેતરમા ઉગાડેલ વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૨૧ જેની કિ.રૂ।.૩૧,૮૭૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પંચમહાલ જીલ્લામા થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ-ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ.જે બાતમી આધારે આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા નાઓ તથા શ્રી આર.એન. પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા તથા એસ.ઓ.જી ટીમ અને બે સરકારી પંચોને સાથે રાખી મોરવા(હ) તાલુકાના મોરા ગામે રાવણ ફળીયામા રહેતા સંજયભાઇ નાનાભાઇ બામણીયાના ઘરની પાછળના ભાગે આવેલ તેના કબજા ભોગવટાના ખેતરમા તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૨૧ મળી આવેલ જેનુ વજન કરાવતા કુલ વજન ૩.૧૮૭ કીલોગ્રામ થયેલ જેની કિ.રૂ।.૩૧,૮૭૦/- ની ગણી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી વિરુધ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!