HALOLPANCHMAHAL

હાલોલ: દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો,14 નવ દંપતીઓએ પ્રબુતામાં પગલાં પાડયાં 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૪.૨૦૨૪

હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓના સોજન્યથી તૃતીય સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 14 જેટલા નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.કાર્યક્ર્મ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે કંજરી રામજી મંદિર નાં પ.પૂ.મહંત શ્રી રામચરન દાસજી મહારાજ, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર,હાલોલ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા,હાલોલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી હરીશભાઈ ભરવાડ,પાનેલાવ ગામના સરપંચ સહિત દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પાનેલાવ ગામ સહિત આસપાસના ગામોનાં ગ્રામજનોએ ભવ્ય સમુહ લગ્નોત્સવ માન્યો હતો.જેમાં પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન ની શુભ શરૂઆત કરનાર 14 જેટલા જોડાઓને દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા કન્યાદાન કરી કરિયાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોંગાદો આપવામાં આવી હતી.જેમાં 14 જેટલા નવ દંપતીઓ ને પ.પૂ. મહંત શ્રી રામચરણ દાસજી મહારાજ તેમજ અગ્રણીઓ દ્વારા આશીર્વાદ પાઠવી સુખી લગ્ન જીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી અને તૃતીય સમુહ લગ્નોત્સવ નું આયોજન સફળતા પૂર્વક દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!